ભરૂચ: રતનતળાવ નજીક આવેલી મસ્જિદમાં જુમ્માની નમાઝ અદા કરવા એકઠા થયેલા થયેલા 8 લોકોની પોલીસે અટકાયત કરી હતી અને તેમની વિરુદ્ધ જાહેરનામાં ભંગ કરવાની ફરિયાદ દાખલ કરી હતી.
ભરૂચમાં જુમ્માની નમાઝ માટે એકઠા થયેલા નમાઝીઓની પોલીસે અટકાયત કરી
ભરૂચના રતનતળાવ નજીક આવેલી મસ્જીદમાં જુમ્માની નમાઝ અદા કરવા એકઠા થયેલા નમાઝીઓની પોલીસે અટકાયત કરી તમેની વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી છે.
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા 21 દિવસનું લોક ડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ધાર્મિક સ્થળોએ પણ એકઠા થવા પર તંત્ર રોક લગાવવામાં આવી છે. તેમ છતાં શુક્રવાર હોવાથી જુમ્માની નમાઝ અદા કરવા કેટલાક લોકો ભરૂચના રતન તળાવ નજીક આવેલ હઝરત સૈયદ દાદાબાવાની મસ્જિદ ખાતે એકઠા થયા હતા.
આ અંગેની માહિતી ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસને મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને મસ્જીદમાં ટોળે વળેલા 8 લોકોની અટકાયત કરી તેમની વિરુદ્ધ પોલીસે જાહેરનામાં ભંગની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.