- ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડા સામે પોલીસ ફરિયાદ
- ભરૂચ નગર સેવા સદનના પ્રમુખની જાતિનો વિવાદ
- જાતિનું ખોટું પ્રમાણ રજૂ કરી પ્રમુખ પદ મેળવ્યું હોવાની થઈ હતી ફરિયાદ
ભરૂચ: નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડા(Amit Chawda)એ જાતિનું ખોટું પ્રમાણ પત્ર રજૂ કરી પ્રમુખ પદ મેળવાયુ હોવાની કોર્ટમાં થયેલી રજૂઆતના પગલે કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ મામલામાં પોલીસને તપાસના આદેશ આપ્યા હતા. આખરે એ ડિવિઝન પોલીસે અમિત ચાવડા સામે ગુનો દાખલ કર્યો છે.
બિનહરીફ ચૂંટાયા
ગત 17 માર્ચના રોજ ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલી પ્રમુખની ચૂંટણીમાં શાસકપક્ષ ભારતીય જનતા પાર્ટી તરફથી વોર્ડ નં. 5ની સામાન્ય બેઠક ઉપરથી ચૂંટાયેલ અનુસૂચિત જાતીના ઉમેદવાર અમિત ચાવડાએ ઉમેદવારી નોંધાવી હતી. વિરોધપક્ષ કોંગ્રેસ તરફથી અનુસૂચિત જાતીનો કોઈ જ ઉમેદવાર ઉભો ન હોય અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવતાં અમિત ચાવડાને બિનહરીફ જાહેર કરાતાં ભરુચ નગરપાલિકાના પ્રમુખપદે તેમની વરણી થય હતી. ભરુચ નગરપાલિકાના વર્તમાન પ્રમુખ માટે અઢી વર્ષની ટર્મ અનુસૂચિત જાતીના ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે.ભરુચ નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલી પાલિકા પ્રમુખની આ ચૂંટણીને દિનેશ ખુમાણ નામના અરજદારે કોર્ટમાં પડકારી હતી. આ મામલે કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો હતો.
આ પણ વાંચો :કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
કોર્ટે કાર્યવાહીના આપ્યા હતા આદેશ