ભરૂચ : ઝઘડીયા તાલુકાના લીંભેટ ગામે પુત્ર પિતા માટે કાળ બનતા સમગ્ર (Son Killed the Father) વિસ્તારમાં ચકચાર મચી છે. લીંભેટ ગામે નજીવી બાબતે દીકરાએ પિતાને માર મારતા ઇજાગ્રસ્ત થયા હતા. પિતા ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પિતાની ટૂંકી સારવાર બાદ મૃત્યુ થતા સમગ્ર વિસ્તારમાં માતમ છવાઈ ગયો છે. જોકે પોલીસને જાણ થતા તાત્કાલીક ઘટના (Murder in Limbayat village) સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો :Surat murder case: પત્નીએ પતિની હત્યા કરી હોવાનો આક્ષેપ, સમગ્ર ઘટના CCTVમાં કેદ
પુત્ર પિતાને લઈ ગયો સારવાર માટે - મળતી માહિતી અનુસાર ઝઘડીયા તાલુકાના લીંભેટ ગામે રહેતા એક કપાતર પુત્રએ જ પિતા સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જેને લઇને દીકરો ઉશ્કેરાઈ જતા પિતાને લાકડીના સપાટા (Murder Case in Zaghadiya) મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. પિતાને લાકડી વડે હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં હત્યા પોતે જ પોતાના પિતાને સારવાર ( Limbayat Son Killed Father) માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો.
આ પણ વાંચો :Rape Case in Kodinar : 8 વર્ષની માસુમ પર દુષ્કર્મ કરી હત્યા, ગામજનોમાં હાહાકાર
પોલીસે તપાસ હાથ ધરી - એક રાત્રીની સારવાર બાદ વહેલી સવારે પિતાનું મૃત્યુ નીપજ્યું હતું. જે પોલીસને જાણ થતાં તાત્કાલિક દોડી આવી હતી. રાજપારડી પોલીસે હત્યારો પુત્રની ધરપકડ કરી મૃતકને પોસ્ટમોર્ટમ (Zaghadiya Crime Case) અર્થે ખસેડ્યા હતા. બાદમાં પોલીસે વધુ તપાસ આરંભી હતી. ઉલ્લેખનીય છે કે લોકોની આજકાલ સહન શક્તિનો અભાવ જોવા મળે છે. નાની નાની વાતોને લઈને લોકો ઉશ્કેરાઈ જતા ન બનવાનો બનાવ બની જતો હોય છે.