અંકલેશ્વરમાં ચારિત્ર્ય પર શંકા રાખી પત્નીની હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ મધ્યપ્રદેશની અને હાલ રાજપીપળા રોડ પર આવેલ પદ્માવતી નગરના ભાડાના મકાનમાં રહેતી 27 વર્ષીય આશાદેવી દિલદાર સીંગ પોતાના ઘરે હતી, આ દરમિયાન પતિ દિલદારસિંહ મોનુસિંહ સિકરવારે પત્ની પર ચારિત્ર્ય અંગેની શંકા રાખી હતી. બાદમાં તેણી સાથે ઝઘડો કરી આવેશમાં આવી જઈ કોઈક સાધન વડે કપાળના ભાગે મારી દેતા તેણીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમજ તેણીનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી.
અંકલેશ્વરમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ કરી હત્યા - અંકલેશ્વર જી.આઈ.ઈ.ડી.સી.પોલીસ મથક
અંકલેશ્વર: રાજપીપળા રોડ પર આવેલ પદ્માવતી નગરના ભાડાના મકાનમાં દંપતિ રહેતા હતા. અહીં પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ તેનું ગળુ દબાવી હત્યા કરી દેતા ચકચાર મચી છે. પત્નીની હત્યા કરીને પતિ ફરાર થઇ ગયો હતો. બાદમાં પોલીસે તેની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ હત્યાની ઘટના અંગે સ્થાનિકોએ અંકલેશ્વર જી.આઈ.ઈ.ડી.સી.પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતા. તેમજ ઘટનાની તપાસ શરુ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. જેના પગલે પોલીસે ફરાર પતિની શોધખોળ શરુ કરી હતી.
ગણતરીનાં સમયમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પતિના અન્ય કોઈ વ્યક્તિ સાથે આડાસંબંધ હોવાની તેના પતિને શંકા હતી. જે બાબતે બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિએ જ પત્નીની હત્યા કરી દીધી હતી.