ભરૂચ: અંકલેશ્વરમાં બે સ્થળોએથી નકલી ડોક્ટરની પોલીસે અટકાયત કરી છે. આ ડૉક્ટર્સ ડીગ્રી નહીં હોવા છતાં દવાખાનું ખોલી લોકોની સારવાર કરતા હતા. અંકલેશ્વરમાં બે સ્થળોએથી નકલી ડૉક્ટરની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોરોના વાઈરસ અને લોકડાઉન વચ્ચે અંકલેશ્વરમાંથી બે નકલી ડૉક્ટર ઝડપાયા - Police arrested a fake doctor
કોરોના વાઈરસ અને લોકડાઉન વચ્ચે ડિગ્રી નહીં હોવા છતાં ખાનગી દવાખાનું ખોલીને પ્રેક્ટિસ કરતા બે ડૉક્ટર ઝડપાયા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હાલ વિશ્વભરમાં કોરોના વાઈરસની મહામારી ચાલી રહી છે. એવા જ સમયમાં ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં બે ઊંટ વૈધ એટલે કે, ડીગ્રી વગરના નકલી ડૉક્ટરો ઝડપાયા છે. અંકલેશ્વર શહેર પોલીસને મળેલી બાતમીના આધારે તેઓએ ગડખોલ નજીક આવેલા આર.કે.પાર્કમાં દરોડા પાડ્યા હતા. જ્યાં ડીગ્રી વગરના નકલી ડૉક્ટર દવાખાનું ચલાવતા અને મૂળ પશ્વિમ બંગાળનાં રહેવાસી રાહુલ બિસ્વાસની ધરપકડ કરી હતી.
બીજી તરફ આવી જ રીતે શહેર પોલીસે અણસાર માર્કેટ નજીક દવાખાનું ચાલવતા બોગસ તબીબ અને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી કમળ બલ્લરની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બંને પાસેથી દવાનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે