ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનની ખોટી અફવા ફેલાવનારા ટ્રાવેલ્સ સંચાલકની પોલીસે કરી ધરપકડ

ભરૂચમાં લોકડાઉન થવાનું છે એવી ખોટી અફવા ફેલાવનારા ટ્રાવેલ્સ સંચાલકની સી ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સંચાલકે તેમની પાસે ટ્રાવેલ્સની ટિકિટ લેવામાં આવતા પરપ્રાંતિય શ્રમજીવી વર્ગને ભરૂચમાં લોકડાઉન થવાનું છે એવી વાત જણાવી ઘણી ટિકિટ બુક કરી હતી.

લોકડાઉનની ખોટી અફવા ફેલાવનારા ટ્રાવેલ્સ સંચાલકની પોલીસે કરી ધરપકડ
લોકડાઉનની ખોટી અફવા ફેલાવનારા ટ્રાવેલ્સ સંચાલકની પોલીસે કરી ધરપકડ

By

Published : Apr 16, 2021, 7:58 PM IST

  • લોકડાઉન થવાનું કહી પરપ્રાંતીય શ્રમિકોની ટિકિટ બુક કરવામાં આવતી હતી
  • સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી
  • આર્થીક લાભ માટે લોકડાઉનની આફવા ફેલાવી

ભરૂચઃશહેરની ઝાડેશ્વર ચોકડી નજીક ગજાનંદ કોમ્પ્લેક્ષમાં દુકાન નં.12માં રાઠોડ એન્ડ શ્રી લક્ષ્મી ટ્રાવેલ્સ એજન્સી આવેલી છે. એજન્સીનાં સંચાલક થનારામ જાટે તેમની પાસે બહારનાં રાજયમાં જવા માટે ટ્રાવેલ્સની ટિકિટ લેવામાં આવતા પરપ્રાંતિય શ્રમજીવી વર્ગને ભરૂચમાં લોકડાઉન થવાનું છે એવી વાત જણાવી ઘણી ટિકિટ બુક કરી હતી.

ટ્રાવેલ્સ સંચાલકની પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચોઃ અમદાવાદમાં નકલી પત્રકારોની ટોળકીએ પૈસા પડાવ્યાંની ઘટના સામે આવી

શ્રમિકોએ લોકડાઉનના ડરથી ટિકિટો બુક કરાવી

લોકડાઉનના કારણે વાહન વ્યવહાર બંધ થઈ જશે તેવા ડરના કારણે લોકોએ તેમની પાસે ટિકિટ બુકિંગ માટે પડાપડી કરી હતી. પોતાના આર્થિક લાભ માટે ખોટી અફવા ફેલાવનાર ટ્રાવેલ્સ સંચાલકની ભરૂચ સી ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ વાપીમાં રેમડેસીવીરની કાળા બજારી કરતા 2 શખ્સોની SOGની ટીમે ધરપકડ કરી

ABOUT THE AUTHOR

...view details