અંકલેશ્વર તાલુકાના નવા ધંતુરીયા ગામમાં રહેતા 41 વર્ષીય અમી દિલીપભાઈ વસાવાની ગુરૂવારે રાત્રે હત્યા કરીને ભત્રીજો ફરાર થઇ ગયો હતો. સવારે લોહી લુહાણ હાલતમાં મૃતદેહને પાડોશીઓએ જોતા આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી. તેમાં પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
અંકલેશ્વરના ધંતુરીયા ગામમાં ફોઈની હત્યા કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ - ધંતુરીયા ગામમાં રહેતા 41 વર્ષીય અમી દિલીપભાઈ વસાવા
અંકલેશ્વર : તાલુકાના નવા ધંતુરીયા ગામમાં પત્ની સાથે ફોઈના દીકરાના આડાસંબંધ હોવાની શંકાએ ફોઈની હત્યા કરીને તે ફરાર થઇ ગયો હતો. જેમાં આરોપીને પોલીસે ગણતરીનાં સમયમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વર
જેમાં ચોકાવનારી વિગતો બહાર આવી હતી. મૃતક અમીબહેનના ભત્રીજા પ્રવીણ ગુમાન વસાવાને તેની પત્ની સાથે ફોઈના દીકરાના આડા સંબંધ હોવાની આશંકા હતી. જેને લઇ ફોઈના દીકરાને મારવા આવેલા પ્રવીણ વસાવાએ પિતરાઈ ભાઈ ન મળતા ફોઈની હત્યા કરીને ફરાર થઇ ગયો હતો. પોલીસે આ મામલામાં ગણતરીના સમયમાં જ આરોપી પ્રવીણ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Last Updated : Jan 11, 2020, 6:24 PM IST