ગુજરાત

gujarat

By

Published : Apr 5, 2021, 4:26 PM IST

Updated : Apr 5, 2021, 9:29 PM IST

ETV Bharat / state

ખેડૂત આંદોલન હજૂ આગળ વધશે: રાકેશ ટિકૈત

ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈત બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ સોમવારે ભરૂચના લુવારા ખાતે આવી પહોંચ્યા હતા અને ગુરુદ્વારામાં શીશ ઝુકાવ્યું હતું.

ખેડૂત આંદોલન હજુ આગળ વધશે: રાકેશ ટિકૈત
ખેડૂત આંદોલન હજુ આગળ વધશે: રાકેશ ટિકૈત

  • ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતનો ગુજરાત પ્રવાસ
  • રાકેશ ટિકૈતનું ખેડૂત અને કોંગ્રેસના આગેવાનોએ કર્યું સ્વાગત
  • ભરૂચના નબીપુર ગુરુદ્વારા પર શીશ ઝુકાવ્યું
  • ટ્રેક્ટર ચલાવી રેલીનું પ્રસ્થાન કરાવ્યું
  • રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા પણ રેલીમાં જોડાયા

ભરૂચઃ કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂત નેતા રાકેશ ટીકૈત 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે સોમવારે વડોદરાથી તેઓ સીધા ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલા લુવારા ગુરુદ્વારા પર આવી પહોચ્યા હતા. ગુરુદ્વારા પર આવતા પહેલા તેમણે ટ્રે્કટર રેલી યોજી હતી. તેઓ ટ્રેક્ટર ચલાવી ગુરુદ્વારા પર પહોચ્યા હતા અને ગુરુદ્વારા પર શીશ ઝુકાવ્યું હતું. તેમની સાથે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા પણ જોડાયા હતા. બન્ને આગેવાનોએ ખેડૂતો સાથે ઔપચારીક મુલાકાત કરી હતી.

ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતનો ગુજરાત પ્રવાસ

આ પણ વાંચોઃ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ઊંઝા ઉમિયા માતાજીના કર્યા દર્શન

કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા

રાકેશ ટિકૈતના સ્વાગતના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમાલસિંહ રાણા, યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ સહિત કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો જોડાયા હતા. રાકેશ ટિકૈતની મુલાકાતના પગલે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતના ખેડૂતોએ આંદોલન કરવું પડશેઃ પાલનપુરમાં રાકેશ ટિકૈત

ગુજરાતના ખેડૂતોના પણ ઘણા પ્રશ્નો છે: રાકેશ ટિકૈત

રાકેશ ટિકૈતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખેડૂત આંદોલન હજુ આગળ ચાલશે, ગુજરાતના ખેડૂતોના પણ ઘણા પ્રશ્નો છે પરંતુ બહાર નથી આવતા. આવનારા સમયમાં ગુજરાતના ખેડૂતો પણ તેમના પ્રશ્નોને લઈ રસ્તા પર આવશે.

Last Updated : Apr 5, 2021, 9:29 PM IST

ABOUT THE AUTHOR

...view details