ગુજરાત

gujarat

ETV Bharat / state

માવતર બન્યા કમાવતર, દીકરી ખોટ સાથે પેદા થતા માતા-પિતાએ જ તરછોડી - ખોડખાંપણ હોવાને કારણે તરછોડી હોવાનું અનુમાન

કળિયુગમાં જ્યારે બાળકનો જન્મ થતો હોય અને એને તેનાં જ માતા-પિતા તરછોડવા મજબૂર થતાં હોય છે,(parants Abandoned Defective one and half month baby on the road ) ત્યારે માનવતા સામે સવાલ ઊભા થતા હોય છે. આવો જ એક કિસ્સો ભરૂચના નેશનલ હાઈવે પર, જ્યાં એક મહિલા થેલો ઉપયોગમાં લેવા માટે ગઈ અને એમાંથી દોઢ માસની માસૂમ નવજાત બાળકી મળી આવતાં તે પણ ધ્રુજી ઊઠી હતી અને તેણે તાબડતોડ પોલીસને જાણ કરી હતી.(bharuch sardar bridge)

ક્રુરતાની હદ કેવાય આ તો- બાળકી ખોળખાપણ વાળી જન્મી તો માતા-પિતાએ રોડ પર તરછોડી
ક્રુરતાની હદ કેવાય આ તો- બાળકી ખોળખાપણ વાળી જન્મી તો માતા-પિતાએ રોડ પર તરછોડી

By

Published : Sep 17, 2022, 3:26 PM IST

ભરૂચ:ભરૂચના સરદાર બ્રિજના(bharuch sardar bridge) અંકલેશ્વરછેવાડે એક મહિલા રસ્તામાં પડેલો થેલો ઉપયોગમાં લેવા માટે ગઈ, ત્યારે એની ચેઇન ખોલીને અંદર જોયું તો અંદાજે દોઢ માસની માસૂમ બાળકીહોવાનું સામે આવ્યું, બાળકી મળી આવતાં તે પણ ધ્રુજી ઊઠી હતી અને તેણે તાબડતોડ પોલીસને જાણ કરી હતી. (parants Abandoned Defective one and half month baby on the road )

બાળકીને જોઈ શાંતાબેન પણ ધ્રૂજી ઊઠ્યાં: ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના સરદાર બ્રિજની(bharuch national highway ) નીચે એક થેલો પડ્યો જોઈને એ કામે લાગે એવો હોવાને કારણે મહિલા શાંતાબેન રાઠોડ એ લેવા ગયાં. ત્યારે થેલો ઉઠાવતાંની સાથે જ બાળકીનો રડવાનો અવાજ આવ્યો, અને એની ચેઇન ખોલીને અંદર જોયું તો અંદાજે દોઢ માસની માસૂમ બાળકી હોવાનું સામે આવ્યું. થેલામાં બાળકીને જોઈ શાંતાબેન પણ ધ્રૂજી ઊઠ્યાં હતાં. તેમણે તાબડતોબ નેશનલ હાઇવે ઓથોરિટીના ઇમર્જન્સી વિભાગને જાણ કરી હતી.

ખોડખાંપણ હોવાને કારણે તરછોડી હોવાનું અનુમાન: થેલામાંથી મળી આવેલી માસૂમ બાળકીને શાંતાબેન રાઠોડે પોતાના હાથમાં લીધી અને તેને રમાડીને શાંત કરી હતી. બાળકીના મોઢાના ભાગે ખોડખાંપણ હોવાને કારણે તેનાં માતા-પિતાએ થેલામાં મૂકીને તરછોડી હોવાનું અનુમાન લગાવ્યું હતું, પરંતુ ફૂલ જેવી બાળકીને જોઈ શાંતાબેન ભાવુક થઈ ગયાં હતાં. ખોડખાંપણ હોવાને કારણે માતા-પિતાએ બાળકીને તરછોડી માસૂમ બાળકીને નેશનલ હાઈવે ઓથોરિટીની ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જ્યાં બાળકીને સિવિલ હોસ્પિટલની નર્સોએ પણ રમાડી હતી.

ABOUT THE AUTHOR

...view details