ભરૂચ: જિલ્લામાં લેવાયેલા સોથી વધુ 703 સેમ્પલ પૈકી 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1163 પર પહોંચી છે. ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત રહ્યું છે, ત્યારે લેવાયેલા અત્યાર સુધીના સોથી વધુ 703 સેમ્પલ પૈકી શુક્રવારના રોજ 16 પોઝિટિવ કેસ નોધાયા છે એટલે કે સેમ્પલની સરખામણીએ 2 ટકા દર્દીઓ પોઝિટિવ આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં લેવાયેલા 703 સેમ્પલમાંથી 16 પોઝિટિવ, કુલ કેસની સંખ્યા 1163 થઈ - Gujarat Corona News
વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં ગત રોજ 703 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલમાંથી 16 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1163 થઈ છે.
ભરૂચ
ભરૂચમાં 2, અંકલેશ્વરમાં 11 અને ઝઘડિયામાં 3 દર્દીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેઓને સારવાર અર્થે સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. શુક્રવારના રોજ નવા નોંધાયેલા કેસની સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1163 પર પહોંચ છે. જે પૈકી 24 દર્દીઓના મોત થયા છે. તો 972 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. હવે જિલ્લામાં 167 દર્દીઓ સારવાર હેઠળ છે.