ભરૂચમાં મોરારીબાપુની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો - સાહિત્યકાર રઘુવીર ચૌધરી
ભરૂચઃ શહેરની જે.પી. કોલેજ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય પરિસંવાદમાં જાણીતા કથાકાર મોરારીબાપુએ હાજરી આપી હતી. સાહિત્યકાર રઘુવીર ચૌધરી પર બે દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેના ઉદ્ઘાટન સમારોહમાં જાણીતા કથાકાર મોરારીબાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાહિત્યકાર રઘુવીર ચૌધરી, વર્ષા અડાલજા, શરીફા વીજળીવાળા, કોલેજના આચાર્ય ડો.નીતિન પટેલ તેમજ ગુજરાતભરના લેખકો અને કવિઓએ હાજરી આપી હતી. મોરારીબાપુની ઉપસ્થિતિમાં બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદને ખુલ્લો મુકાયો હતો. આ પરિસંવાદમાં જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાહિત્યકાર રઘુવીર ચૌધરી અને તેમના પુસ્તકો તેમજ કૃતિઓ પર મંથન કરાશે. આ પ્રસંગે વક્તવ્ય આપતા મોરારી બાપુએ રઘુવીર ચૌધરીના વ્યક્તિત્વના વખાણ કર્યા હતા અને સાથે જ આ કાર્યક્રમનો આજની પેઢી લાભ લે એવી અપીલ પણ કરી હતી.