અંકલેશ્વર: કોરોના વાઇરસની અસરને પગલે લોકડાઉનમાં બહારના જિલ્લામાંથી આવતા લોકો સામે પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અંકલેશ્વર જી.આઇ.ડી.સી નોટીફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા કોરોના મહામારી વચ્ચે સાવચેતીના ભાગરૂપે જી.આઈ.ડી.સી.ના રહેણાંક વિસ્તારમાં બહારના જિલ્લામાંથી પ્રવેશ કરતાં વ્યક્તિઑને પ્રવેશ નહિ આપવા જણાવવામાં આવ્યું છે અને સોસાયટીમાં આવતા બહારના લોકો અંગે સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરીએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશને ફરજિયાત જાણ કરવા સૂચના આપી છે.
અંકલેશ્વર GIDC સોસાયટીના પ્રમુખ સહિત સેક્રેટરીઓને જિલ્લા બહારના લોકોની માહિતી આપવા આદેશ અપાયો - lockdown effect
અંકલેશ્વર GIDCની વિવિધ સોસાયટીના પ્રમુખ સહિત સેક્રેટરીઓને બહારના જિલ્લામાથી આવતા લોકોની માહિતી આપવા આદેશ કરાયો છે. જો જાણ કરવામાં ન આવે તો સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
અંકલેશ્વર GIDCની સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરીઓને બહારના લોકોની માહિતી આપવા આદેશ
જો પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં નિષ્ફળ રહેશે તો તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સાથે જ નોટીફાઈડ એરિયા ઓથોરિટીએ ઈશ્યુ કરેલા પાસ ધરાવતા ફેરિયાઓ પાસેથી જ શાક ખરીદવા અપીલ કરવામાં આવી છે.