અંકલેશ્વર નગરપાલિકાએ ગેરરીતી અંગે આપ્યો મહત્વનો ચુકાદો - અંકલેશ્વર નગર પાલિકા ન્યુઝ
અંકલેશ્વરઃ નગરપાલિકાના વિપક્ષનાં નેતા ભૂપેન્દ્ર જાની દ્વારા ઈનોવા કારની ખરીદીમાં ગેરરીતિ અને નગરપાલિકા અધિનિયમના કાયદાઓનો ભંગ કરાયો હોવાની બાબતે એક અરજી કરવામાં આવી હતી. જે સંદર્ભે દક્ષિણ ઝોનના નગરપાલિકા નિયામક દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો.
![અંકલેશ્વર નગરપાલિકાએ ગેરરીતી અંગે આપ્યો મહત્વનો ચુકાદો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4855997-thumbnail-3x2-ankleswer.jpg)
દક્ષિણ ઝોનના નગરપાલિકા દ્વારા મહત્નમો ચુકાદો આપતા જણાવવામાં આવ્યું છે કે નગરપાલિકા અધિનિયમની વિરુદ્ધમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે નવું વાહન ખરીદવા માટે અમુક કાયદાઓ હોય છે. જેનું પાલન થયું નથી. જેમાં રૂપિયા દસ લાખની લિમિટ સુધી વાહન ખરીદવામાં આવવું જોઈએ જ્યારે કે આ વાહન ખરીદવામાં નિયમનો ભંગ થયો છે. સાથે જ ચુકાદામાં કલમ 37 હેઠળ ગેરરીતિ આચરનાર નગરપાલિકા સભ્ય અને પૂર્વ પ્રમુખ મીનાબેન પટેલને દરખાસ્ત કેમ ન કરવી એ દરખાસ્ત કરવામાં આવી છે. સાથે જ નગરપાલિકા અધિનિયમની કલમ 177 હેઠળ ઈનોવા કાર માટે રૂપિયા ૬.૯૩ લાખથી વધુની રકમની વસુલાત કરવા અંગે પણ દરખાસ્ત કરવામાં આવી છે.