- ONGC ક્રૂડ ઓઈલ પાઈપ લાઈનને પંચર કરી કાળા સોનાની ચોરીનું કૌભાંડ ઝડપાયું
- 7 મિનિટમાં 22000 લિટરનું ટેન્કર ભરી કરાતી હતી ચોરી
- કૌભાંડમાં ONGCના અંદરના કર્મચારીઓની સંડોવણી નકારી શકાય નહીં
ભરૂચ: SOGએ ATS ચાર્ટર મુજબની કામગીરી તથા ક્રૂડ ઓઈલ પાઇપ લાઈનમાંથી થતી ચોરી ઝડપી પાડવા SOG ટીમે મુલેર તથા ગંધાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં રાષ્ટ્રીય સંપત્તિની ચોરી અંગે તપાસ આરંભી હતી. દરમિયાન ઈકબાલ નિઝામ પઠાણ તથા ઈમ્તિયાઝ એહમદ દેડકો પટેલ બન્ને રહેવાસી આછોદ, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ અને વિજય ઉર્ફે મુન્નો ગણપતભાઇ ગોહીલ રહેવવાસી ભાયલી, મુલેરથી ચાચવેલ જવાના રોડની બાજુમાં આવેલી સરકારી પડતર જમીનમાંથી પસાર થતી ONGCની ક્રૂડ ઓઇલની પાઇપ લાઇન ઉપર ખાડો ખોદી પંચર કરી તેના ઉપર વાલ્વ બેસાડી ક્રૂડ ઓઇલની ચોરી કરતા હતા. જે જગ્યાને શોધવા SOG ટીમના માણસોએ પ્રયત્નો હાથ ધરી, પેટ્રોલીંગ કરી તપાસ કરતાં ચાચવેલ ગામની સીમમાંથી ONGCની ક્રૂડ ઓઇલની પાઇપ લાઇન પસાર થતી હોય જે પંચરવાળી વાલ્વ બેસાડેલી જગ્યા શોધી કાઢી, આ વાલ્વ બેસાડનારી ગેંગના આરોપીઓ વિરૂધ્ધમાં સરકાર તરફથી ફરિયાદ નોંધાવી હતી.
અંદરના કર્મચારીઓની સંડોવણી નકારી શકાય નહીં