ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ: નર્મદામાં ન્હાવા પડેલા 3 યુવાનો તણાયા, એકનો બચાવ - Ankleshwar News

અંકલેશ્વરના કાંસિયા ગામે રહેતા 3 યુવાનો કોવિડ સ્મશાન પાસેથી પસાર થતી નર્મદા નદીમાં ન્હાવા પડ્યા હતા. ગણતરીની મિનીટોમાં આ ત્રણેય યુવાનો વહેતા પાણીમાં ગરકાવ થઈ જતા બૂમરાણ મચાવી હતી. જેથી સ્થાનિક તરવૈયાઓ દ્વારા એક યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા અન્ય 2 યુવાનોની શોધખોળ દરમિયાન વધુ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

નર્મદામાં ન્હાવા પડેલા 3 યુવાનો તણાયા
નર્મદામાં ન્હાવા પડેલા 3 યુવાનો તણાયા

By

Published : Mar 30, 2021, 7:17 PM IST

  • નદીમાં ન્હાવા પડ્યા હતા યુવાનો
  • કોવિડ સ્મશાન નજીક દુર્ઘટના
  • યુવાનો અંકલેશ્વરના કાંસિયા ગામના

ભરૂચ: કોવિડ સ્મશાન નજીકથી પસાર થતી નર્મદા નદીમાં ન્હાવા પડેલા 3 યુવાનો તણાયા હતા. જે પૈકી 1 યુવાનનો બચાવ થયો હતો. યુવાનો અંકલેશ્વરના નવા કાંસિયા ગામના હોવાનું બહાર આવ્યું છે. સ્થાનિકો દ્વારા એક યુવકને બચાવી લેવાયો હતો. જ્યારે, ફાયર બ્રિગેડને શોધખોળ દરમિયાન એક યુવાનનો મૃતહેદ મળી આવ્યો હતો. મોડીસાંજ સુધી અન્ય એક યુવકની શોધખોળ હાથ ધરાઈ હતી.

નર્મદામાં ન્હાવા પડેલા 3 યુવાનો તણાયા

તમામ યુવકો અંકલેશ્વરના નવા કાંસિયા ગામના

અંકલેશ્વરના નવા કાંસિયા ગામના રિતેશ વસાવા, કલ્પેશ વસાવા અને સુરેશ વસાવા કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીમાં ન્હાવા ગયા હતા. જેમાં ત્રણેય નર્મદાના પ્રવાહમાં તણાતા બૂમાબૂમ કરી હતી. નર્મદા કિનારે હાજર અન્ય લોકોએ બૂમરાણ સાંભળીને તેમને બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યું હતું. જેમાં રિતેશ વાસવાનો બચાવ થયો હતો. જ્યારે કલ્પેશ વસાવા અને સુરેશ વસાવા તેમની નજર સામે જ નર્મદાના પ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા. ફાયર વિભાગ અને તરવૈયાઓએ શોધખોળ કરતા કલ્પેશ નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે મોડીસાંજ સુધી અન્ય યુવાનની શોધખોળ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details