ગુજરાત

gujarat

ETV Bharat / state

અંકલેશ્વરમાં પૂરઝડપે દોડતી કારે બાળકને લીધો અડફેટે, જુઓ CCTV ફૂટેજ - CCTV Camera'

ભરૂચઃ અંકલેશ્વરના ભરૂચીનાકા નજીક પૂરઝડપે દોડતી કારની અડફેટે બાળક આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામ્યો છે. આ સમગ્ર ઘટના રોડ પર લાગેલ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેથી ભરૂચ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

ઘટના CCTVમાં કેદ

By

Published : Jul 20, 2019, 6:29 PM IST

માહિતી પ્રમાણે, અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાં રહેતા 8 વર્ષીય સ્મિત વસાવા શહેરના ભરૂચીનાકા વિસ્તારમાંથી રસ્તો ઓળંગી રહ્યો હતો. જે દરમિયાન પૂરઝડપે આવતી કારે બાળકને અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

અંકલેશ્વરમાં પૂરઝડપે દોડતી કારે બાળકને લીધો અડફેટે, જુઓ CCTV ફૂટેજ

જો કે, આ સમગ્ર ઘટના રોડ નજીક લગાવેલ CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી, જેમાં અકસ્માત જોઈ શકાય છે. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઇ ગયો હતો, જેથી શહેર પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details