ભરૂચ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા સંદીપ ભાનુશાળી નામના આ ઈસમે એક વર્ષમાં ભરૂચના માત્ર લીંકરોડ વિસ્તારમાં ચેઇન સ્નેચીંગના 10 ગુનાઓને અંજામ આપ્યો હતો, જે બદલ તેની ધરપકડ કરાઈ છે. 11માં ગુના માટે ટાર્ગેટની શોધમાં ફરતા સંદિપ પર વોચ રાખી રહેલી પોલીસ ઇંતેજાર કરી રહી હતી. જેમાં આરોપીને રંગેહાથ ઝડપી લઈ રિસીવર સુધી પહોંચી રૂપિયા 3.80 લાખની કિંમતનું સોનુ કબ્જે કર્યું છે.
ભરૂચમાં 10 ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ - ધરપકડ
ભરૂચઃ ટ્રાન્સપોર્ટ કમિશનનો બિઝનેસ ફેઈલ જતા ચેઇન સ્નેચીંગના રવાડે ચડેલા યુવાનને ભરૂચ પોલીસે ઝડપી લીધો હતો. પુછપરછ દરમિયાન તેણે 10 ચોરી કર્યાનું કબુલ કર્યું છે. આરોપીએ માત્ર બે કિલોમીટરના હદમાં 10 ચોરીને અંજામ આપ્યો હતો.
ટ્રાન્સપોર્ટ અમીશનનું કામ કરતા સંદિપનો બિઝનેસ પડી ભાંગ્યો હતો. જે બાદ તે બેકારીમાં સપડાયો હતો. એક વર્ષ અગાઉ પૈસાની તંગી વચ્ચે લીંકરોડ વિસ્તારમાં એક મહિલાના ગળામાંથી ચેઇન તોડી ફરાર થવામાં સફળ થયા બાદ સંદીપે ગુનાના રસ્તે ડોટ મૂકી હતી. પહેલો પ્રયત્ન સફળ રહેતા એક વર્ષમાં 2 કિમીના વિસ્તરામાં સંદીપે 10 ગુનાઓને અંજામ આપ્યો હતો. એક જ વિસ્તારમાં ચોરી થતી હોવાનું પોલીસના ધ્યાનમાં આવતા નિયમિત વોચ ગોઠવવાનું શરૂ કરાયું જેમાં સંદીપ ઝડપાઇ ગયો હતો. આ યુવાન પોલીસ અને ભોગ બનનારાઓને ગેરમાર્ગે દોરવા મોટરસાઇકલની નંબર પ્લેટ પર ટૂથપેસ્ટ લગાડી નંબર છુપાવતો હતો.