સરદાર બ્રિજ નજીક સેનાના જવાનો ટ્રાફિકનું સંચાલન કરતા નજરે ચઢ્યા હતા. ભરૂચ નજીક હાઈવે પર આવેલ જૂના સરદાર બ્રિજમાં ગાબડા પડતા, છેલ્લા એક અઠવાડીયાથી બ્રિજને વાહન વ્યવહાર અર્થે બંધ કરવામાં આવ્યો છે. બ્રિજનું હજુ સુધી સમારકામ ન થતા ભરૂચ નજીક ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. જેના પગલે વાહન ચાલકો અટવાઈ રહ્યા છે. સેનાના જવાનોની ગાડીઓનો કાફલો ભરૂચ નજીક હાઈવે પરથી પસાર થઇ રહ્યો હતો. દરમિયાન સરદાર બ્રીજ નજીક ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ નિહાળી તેઓ પણ દંગ રહી ગયા હતા. દેશ સેવા માટે હંમેશા તત્ત્પર એવા સેનાના જવાનોએ મેદાનમાં આવી જાતે જ ટ્રાફિકનું સંચાલન શરુ કરી દીધું હતું અને વાહન વ્યવહાર પૂર્વવ્રત બનાવવા પ્રયાસો કર્યા હતા. ભરૂચ નજીક ટ્રાફિક જામની મોટી સમસ્યા છે. તંત્ર દ્વારા વહેલી તકે જૂના સરદાર બ્રિજનું સમારકામ કરવામાં આવે એ જરૂરી છે.
ભરૂચ નજીક હાઈવે પર ટ્રાફિક જામ, સેનાના જવાનો ઉતર્યા મેદાને
ભરૂચ: ગોલ્ડન બ્રીજમાં રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી પણ અટવાયા ભરૂચ નજીક હાઈવે પર સર્જાયેલ ટ્રાફિકજામની પરિસ્થિતિને અંકુશમાં લેવા સેનાના જવાનોને પણ મેદાને આવવું પડ્યું હતું.
ભરૂચના નેશનલ હાઇવે ઉપર જુના સરદાર બ્રિજ હાલમાં બંધ હાલતમાં છે. જેના પગલે નાના વાહનો ગોલ્ડાન બ્રિજ તરફ વળી રહ્યા છે. અને તેના કારણે સવાર અને સાંજના સમયે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળે છે. છેલ્લા પાંચ દિવસથી આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે. આજ રોજ સવારે ગોલ્ડન બ્રિજની બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ભરૂચ તરફ શીતલ સર્કલ સુધી તો અંકલેશ્વર તરફ અડધો KM સુધી વાહનોની કતારો જોવા મળી હતી.
ગોલ્ડન બ્રિજમાં સર્જાયેલ ટ્રાફિક જામની પરિસ્થિતિનો રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને પણ કડવો અનુભવ થયો હતો. કુમાર કાનાણીની કાર ટ્રાફિક જામમાં અટવાઈ હતી. જેણે બહાર કાઢવા પોલીસે ધમપછાડા કરી મુક્યા હતા. નેશનલ હાઇવે પર ટ્રાફિકના કારણે અહીં પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. જેના કારણે વાહનચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. રોજે રોજ અપડાઉન કરતા લોકોની હાલત કફોડી બની છે.