- અંકલેશ્વર GIDCનો એસ.ટી ડેપો બન્યું પાકીટમારો માટે હોટસ્પોટ
- ડેપો બનવાનું કામ ચાલતું હોવાથી પાકીટમારોને મોકળું મેદાન
- દરરોજ 4 થી 5 વ્યક્તિઓનું પાકિટ ચોરાતું હોવાની ઘટનાઓ
ભરૂચ: અંકલેશ્વર GIDCમાં નવું એસ.ટી ડેપો નિર્માણ પામી રહ્યું છે. આથી અનેક અસામાજિક તત્વો અહી અડીંગો જમાવીને બેસે છે. ડેપોમાં જ્યારે બસ આવે ત્યારે બસમાં ચઢવાની લાઈનમાં આ તત્વો ઉભા રહી મુસાફરોના પાકીટ સેરવી લે છે. છેલ્લા કેટલાક સમયથી રોજે રોજ 4 થી 5 વ્યક્તિઓનું પાકીટ ચોરાયું હોવાની ઘટના સામે આવી છે. સોનગઢની એક મહિલા અર્ચના ગામીત અંકલેશ્વરમાં કામ પતાવી પરત જવા એસ.ટી.ડેપો પર પહોંચી હતી ત્યાં મળસ્કે 6-30 કલાકની આસપાસ તેમનું પાકીટ કોઈએ ચોરી કરી ફરાર થઇ ગયું હતું. પાકીટમાં સોનાના ઘરેણા તથા રૂ. 22 હજાર 500 રોકડા હતા. જે ચોરી થતા અર્ચના ગામીતે ડેપો મેનેજરને જાણ કરી હતી. ડેપો મેનેજરે પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.