ભરૂચઃ રાજ્યમાં ગુનાખોરી, લૂંટફાટ જેવી ઘટનાઓ સતત બનતી જ રહે છે. માણસો અસુરક્ષિત છે જ પરંતુ પશુઓને પણ માનવીઓ બક્ષતા નથી. પ્રાણીઓ પર અત્યાચાર વધી રહ્યો છે. ત્યારે ભરૂચના નેત્રંગમાં ગૌવંશ ભરેલા 5 ટ્રક ઝડપાયા છે. નેત્રંગ પોલીસે 65 પશુને મોતના મોં માંથી બચાવી લીધા હતા.
નેત્રંગ પોલીસે પશુઓ ભરેલા 5 ટ્રક ઝડપી પાડ્યા, 65 પશુઓના બચાવ્યા જીવ - નેત્રંગ પોલીસે ગૌવંશ ભરેલા 5 ટ્રક ઝડપ્યા
રાજ્યમાં ગુનાખોરી, લૂંટફાટ જેવી ઘટનાઓ સતત બનતી રહે છે. માણસો અસુરક્ષિત છે જ પરંતુ પશુઓને પણ માનવીઓ બક્ષતા નથી. ત્યારે ભરૂચના નેત્રંગમાં ગૌવંશ ભરેલા 5 ટ્રક ઝડપાયા છે. નેત્રંગ પોલીસે 65 પશુને મોતના મોંમાંથી બચાવી લીધા હતા.
નેત્રંગ પોલીસે ગૌવંશ ભરેલા 5 ટ્રક ઝડપી પાડ્યા
નેત્રંગ પોલીસ અને ગૌ રક્ષકોને બાતમી મળી હતી કે, કેટલીક ટ્રકમાં ગેરકાયદેસર રીતે ગૌવંશની હેરાફેરી થનારી છે. જેના આધારે નેત્રંગ ચાર રસ્તા નજીક પોલીસે વોચ ગોઠવી હતી. દેખરેખ દરમિયાન ટ્રકની તપાસ કરતા 65 જેટલી ભેંસને ક્રુરતા પૂર્વક બાંધી લઇ જવામાં આવી રહી હતી. પોલીસે 65 ભેંસને મુક્ત કરાવી પાંજરાપોળ ખસેડી હતી. હાલ પોલીસ દ્વારા પાંચ આરોપીઓ સહિત 5 ટ્રકની ધરપડક કરવામાં આવી છે.