મળતી વિગતો અનુસાર, ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી બારે મેઘ ખાંગા થયા છે. ત્રણ તાલુકામાંથી 1400 લોકોને રેસ્ક્યુ ઓપરેશન કરીને સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતરીત કરવામાં આવ્યા છે. હાંસોટ તાલુકામાં નેશનલ ડીઝાસ્ટર રેસ્ક્યુ ફોરની ટીમ પણ મદદે બોલાવવામાં આવી છે. 2 દિવસથી સતત વરસાદને કારણે પુર જેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે. ચારે તરફ માર્ગો બંધ થયા છે તો ગામો પણ બેટમાં ફેરવાઇ ગયા છે.
NDRFની ટીમs દેવદુત બની , ભરુચમાં 2 દિવસમાં 1400 લોકોનું સ્થળાંતર કર્યું - NDRF team
ભરુચ: વરસાદ મન મુકીને ગુજરાતમાં વરસી રહ્યો છે, પરંતુ સાથે લોકોની સમસ્યામાં વધારો પણ થઇ રહ્યો છે. વડોદરા, વલસાડમાં NDRFની ટીમે હજારોની સંખ્યામાં રેસ્કયુ ઓપરેશન કરીને લોકોને બચાવ્યા હતા. ભરુચમાં પણ NDRFની ટીમ દેવદુત બનીને સહાયે આવી છે. ભરુચમાં ભારે વરસાદને કારણે 2 દિવસમાં રેસ્ક્યુ ઓપરેશન કરીને 1400 લોકોનું સ્થળાંંતર કર્યું છે.
NDRFની ટીમ બની દેવદુત, ભરુચમાં 2 દિવસમાં 1400 લોકોનું સ્થળાંતર
સૌથી વધુ અસર હાંસોટા તાલુકામાં થઇ છે. 8 ઇંચ વરસાદ પડતા નેશનલ ડિઝાસ્ટર રેસ્કયુ ઓપરેશન માટે ફોર્સની ટીમને હાંસોટા ખાતે તૈનાત કરવામાં આવી છે. સર્વત્ર વરસાદને કારણે જનજીવન પણ ઠપ થઇ ગયું છે. હાંસોટા તાલુકામાંથી 952, આમોદ માંથી 241 અને જાબુંસર તાલુકામાંથી 250 જેટલા લોકોનું સ્થળાંતરની પ્રક્રિયા તંત્ર દ્વારા કરવામાં આવી હતી.