ભરૂચમાં નર્મદા જંયતિની ઉજવણી કરવામાં આવી
ભરૂચનાં દશાશ્વમેઘ ઘાટ પર આવેલા પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં નર્મદા જયંતી નિમિતે ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પૂજામાં માતાજીને 250 લિટરથી પણ વધારે દૂધનો અભિષેક કરાયો હતો.
ભરૂચ
નર્મદાઃ મહાસુદ સાતમના દિવસે નર્મદા જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર આવેલા પોરાણિક નર્મદા માતાજીના મંદિરે દૂધનો અભિષેક સહિતના કાર્યક્રમો યોજાયા હતા.