ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં મુસ્લિમ યુવતીને ધર્મપરિવર્તન કરાવવા મુદ્દે આવેદનપત્ર - ધર્મ પરિવર્તન મુદ્દે કલેક્ટરને આવેદન

ભરૂચ: શહેરમાં લઘુમતી સમાજની ચાર યુવતીઓને ધર્મના નામે અન્ય કોમના યુવાનોએ ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દે મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું.

Bharuch

By

Published : Oct 3, 2019, 7:08 PM IST

ભરૂચમાં લઘુમતી સમાજની ચાર યુવતીઓને અન્ય સમાજના યુવાનોએ લગ્નની લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાના આક્ષેપ સાથે ભરૂચના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગુરૂવારે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ભરૂચમાં મુસ્લિમ સમાજની યુવતીઓને ધર્મ પરિવર્તન મુદ્દે કલેક્ટરને આવેદન પાઠવાયું

આવેદનમાં જણાવ્યા અનુસાર ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી મુસ્લિમ સમાજની યુવતીઓને પ્રેમના નામે ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભરૂચમાં 4 યુવતીઓને અન્ય ધર્મનાં યુવાનો દ્વારા પ્રેમજાળમાં ફસાવી તેઓને ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું અને તે ધર્મ પાળવા મજબુર કરવામાં આવી હતી. ભરૂચમાં યુવતીઓ સાથે આ કિસ્સા બની ચુક્યા છે ત્યારે આવા તત્વો સામે કાર્યવાહી કરવાની મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details