- ઉશ્કેરાયેલા પિતાએ લાકડાના સપાટા મારી કરી હત્યા
- મધ્યસ્થી કરનાર યુવાનને મળ્યું મોત
- પોલીસે વધુ તપાસ શરૂ કરી
ભરૂચ: આમોદ તાલુકાનાં દોરા ગામની નવી નગરી વિસ્તારમાં ગત રાત્રીના સમયે નગીન વસાવા અને તેમના પુત્ર રાજેશ વસાવા વચ્ચે કોઈ કારણોસર ઝઘડો ચાલી રહ્યો હતો, તે જ દરમિયાન તેમનાં ફળિયામાં રહેતા 23 વર્ષીય કિશન વસાવા પિતા-પુત્રને છોડાવવા માટે વચ્ચે પડયો હતો. કિશન વસાવા પિતા-પુત્રને ઝઘડતાં અટકાવવા જતાં રાજેશ વસાવાએ એકાએક ઉશ્કેરાઈ જઇ લાકડાના દંડાનાં સપાટા મોઢા તથા માથાના ભાગે મારતા ગંભીર ઈજાઓનાં પગલે કિશન વસાવાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.
આ પણ વાંચો:બીલીમોરામાં જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ, આંતલિયાના યુવાનની હત્યા