ભરૂચ: અંકલેશ્વર GIDCની કનોરિયા કેમિકલ કંપનીની સામે બિહારના પપ્પુ મંડલનો મૃતદેહ મળ્યો હતો. જેમાં પોલીસે તપાસ કરતા મૂળ બિહારના દિપક મંડલ અને તેની પત્ની ખુશ્બુ કુમારીએ પપ્પુ મંડલની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
અંકલેશ્વરની કનોરીયા કેમિકલ કંપની નજીક હત્યા, પોલીસે ગણતરીની કલાકમાં ઉકેલ્યો ભેદ - ભરૂચમાં ગુનાનું પ્રમાણ
GIDC પોલીસે રવિવારે અંકલેશ્વરની કનોરિયા કેમિકલ પાસે યુવાનની હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હતો. પત્નીની આબરૂ લેવાનો પ્રયાસ કરનારા યુવાનને દંપતીએ ઝાડીમાં બોલાવી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
અંકલેશ્વરની કનોરીયા કેમિકલ કંપની નજીક હત્યા, પોલીસે ગણતરીની કલાકમાં ઉકેલ્યો ભેદ
પોલીસે દિપક મંડલ અને તેની પત્ની ખુશ્બુની વધુ પૂછપરછ કરતાં પપ્પુએ ખુશ્બુકુમારીની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પતિ-પત્નીએ અદાવત રાખીને શનિવારે રાત્રિના સમયે પપ્પુને કનોડીયા કેમિકલ પાસે ઝાડીમાં બોલાવી હત્યા કરી હતી.
પોલીસે હાલ બન્ને આરોપીના કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે. કોરોના રિપોર્ટ આવ્યા બાદ બન્ને આરોપીનીન ધરપકડ કરવામાં આવશે.