ગુજરાત

gujarat

By

Published : Oct 17, 2020, 8:05 PM IST

ETV Bharat / state

યુવાનોની રોજગારી મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો

વર્તમાન સમયમાં કોરોનાને કારણે યુવાનો માટે રોજગારીનો પ્રશ્ન ખૂબ જ જટિલ બન્યો છે. ત્યારે ભરૂચમાં યુવાનોને રોજગારી અપાવવા મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. જેમાં ઓપાલ સહિતના ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવા માંગ કરવામાં આવી છે.

યુવાનોની રોજગારી મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો
યુવાનોની રોજગારી મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો

  • સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો
  • સ્થાનિક યુવાનોને રોજગારી આપવા કરી માગ
  • ઓપાલ સહિતના ઉદ્યોગોમાં યુવાનોને રોજગારી આપોઃ વસાવા
  • સ્થાનિકો માટે રોજગારીનો પ્રશ્ન ખૂબ જ જટીલ

ભરૂચઃ સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિક યુવાનોને રોજગારી આપવાની માગ સાથે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશ્વાસન બાદ પણ સ્થાનિક યુવાનોને રોજગારી મળતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વસાવાએ પત્રમાં લખ્યું કે, ઓપાલ સહિતના ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં આવે. સાંસદ વસાવાએ વડાપ્રધાન કાર્યાલયના રાજ્યપ્રધાન જિતેન્દ્રસિંહને પત્ર લખ્યો છે, જેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ઓદ્યોગિક નગર ભરૂચમાં ઓએનજીસી ઓપાલ અને ગેલ સહિતના મોટા ઉદ્યોગો છે. દહેજમાં રૂપિયા 32 હજાર કરોડના ખર્ચે સાઉથ એશિયાનો સોથી મોટો ઓપાલ પ્લાન્ટ નિર્માણ પામ્યો છે, તેમ છતાં આ ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને નોકરી મળતી નથી.

યુવાનોની રોજગારી મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો

વડાપ્રધાને યુવાનોને માત્ર રોજગારીનું આશ્વાસન જ આપ્યુંઃ વસાવા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્લાન્ટ ખૂલ્લો મૂકાયો હતો ત્યારે સ્થાનિકોને રોજગારી આપવાનું વડાપ્રધાને કરેલા આશ્વાસનને યાદ દેવડાવ્યું હતું. કંપનીનાં અધિકારીઓના અક્કડ વલણના કારણે સ્થાનિક યુવાનોને રોજગારી મળતી નથી તેવો વસાવાએ આક્ષેપ કર્યો હતો. આથી ઓપેલ સહિતના ઉદ્યોગમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવાની તીવ્ર માગ ઊઠી છે.

ABOUT THE AUTHOR

...view details