ભરુચઃ ભરૂચ સહિત ગુજરાતના અન્ય કેટલાક જિલ્લાઓમાં કોરોના રોગચાળાની ચિંતાજનક પરિસ્થિતિને લઈને સાંસદ અહમદ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આ રોગચાળો રાજ્યના આરોગ્ય સંભાળના માળખાંને કચડી નાખશે અને લોકોનાં જીવન પર વ્યાપક અસર કરશે તેવી ચિંતા તેમણે વ્યકત કરી છે.
ભરૂચ સહિત ગુજરાતમાં અદ્યતન આરોગ્યલક્ષી સુવિધા પૂરી પાડવા સાંસદ અહમદ પટેલે વડાપ્રધાનને લખ્યો પત્ર - ભરુચ કોરોના અપડેટ
ભરૂચ સહિત ગુજરાતના અન્ય કેટલાક જિલ્લાઓમાં કોરોના રોગચાળાની ચિંતાજનક પરિસ્થિતિને લઈને સાંસદ અહમદ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આ રોગચાળો રાજ્યના આરોગ્ય સંભાળના માળખાંને કચડી નાખશે અને લોકોનાં જીવન પર વ્યાપક અસર કરશે તેવી ચિંતા તેમણે વ્યકત કરી છે.

સાંસદ અહમદ પટેલે વડાપ્રધાનને લખ્યો પત્ર
સાંસદ અહમદ પટેલે વડાપ્રધાનને લખેલા પત્રના અંશ
- ચેપ ગ્રામીણ વિસ્તારોમાં ફેલાતો હોવાથી એ ખૂબ જ ગંભીર બાબત બને છે. લોકોએ પરીક્ષણ માટે લાંબા અંતરની યાત્રા ન કરવી પડે તે જરૂરી છે. અન્યથા ત્યાં એક વધુ પ્રમાણમાં જોખમ છે કે, કોવિડ-19 પોઝિટિવ દર્દીઓ શોધી શકાશે નહીં.
- દાખલા તરીકે ભરૂચ જિલ્લામાં, લોકોને તેમના રહેઠાણ સ્થળ નજીક પરીક્ષણ કરાવવાનું હજુ પણ મુશ્કેલ લાગી રહ્યું છે. પરિણામે 9000 કરતા ઓછાં પરીક્ષણ લેવામાં આવ્યા છે.
- ગુજરાતના નગરોમાં તમામ જિલ્લા મથકોમાં પરીક્ષણ કેન્દ્રો સ્થાપવા, ગુજરાતે વધુ પરીક્ષણો લેવાના છે.
- દરેક જિલ્લામાં સ્ટાન્ડર્ડ કોવિડ-19 સ્મશાન માર્ગદર્શિકા અને નિયુક્ત કબ્રસ્તાન હોવા જોઈએ. તે મહત્વનું છે કે, સ્મશાન અથવા દફનના મેદાનમાં ચેપ ફેલાય તે સ્થળો ન બની જાય. તે જ સમયે કુટુંબીઓ, જેમણે તેમના પ્રિયજનોને કોવિડ-19થી ગુમાવી દીધા છે, તેઓ સ્મશાન સુવિધાઓ માટે વધારાની સામાન્ય મુશ્કેલીમાં ન આવવા જોઈએ.
- ગુજરાતભરની તમામ કોવિડ-19 હોસ્પિટલોમાં યોગ્ય વેન્ટિલેટર અને ઓક્સિજન જેવી પર્યાપ્ત સુવિધાઓથી સજ્જ હોવું જોઈએ. મારા ભરૂચ જિલ્લામાં યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવના કારણે વેન્ટિલેટર અને ઓકસિજનની તકલીફો હોવાની ફરિયાદો મળી છે.
- એન્ટિવાયરલ દવાઓના મોટા પાયે કાળા બજારને રોકવું આવશ્યક છે. દવાઓ સૌથી વધુ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવી જ જોઇએ. કાળા બજારમાં એન્ટિવાયરલ દવાઓ ખરીદવાની લોકોને ફરજ પડી રહી હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.
- કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની એક ટીમ ભરૂચ અને ગુજરાતના અન્ય અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોકલવા વિચારો જેથી જમીનની સાચી પરિસ્થિતિને આકારણી કરી શકે.
- રોગચાળાના સંચાલન માટે જરૂરી સાવચેતી અંગે મેં જનતા કરફયુના એક દિવસ પછી મુખ્યપ્રધાનને પત્ર લખ્યો હતો. પરંતુ દેખાય છે કે, મારી અપીલ પર કોઈનું ધ્યાન ગયું નહીં. આ રોગચાળાને હરાવવા માટે મારું સંપૂર્ણ સમર્થન છે.
- આપે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે સેવા આપી છે. મને વિશ્વાસ છે કે, તમે પરિસ્થિતિને સમજી શકશો અને જરૂરી દિશા નિર્દેશો આપશો.