ગુજરાત

gujarat

ETV Bharat / state

અંકલેશ્વરના તમામ 9 વોર્ડમાં હવે મુલાકાતીઓનું મૂવમેન્ટ રજિસ્ટર મેઇન્ટેન કરાશે - Bharuch

કોરોના વાઇરસથી બચવા સાવધાનીના પગલાં સ્વરુપે સોસાયટીઓમાં આવતાં જતાં લોકોની હરફર પર જો ધ્યાન રાખવામાં આવે તો કોન્ટેક્ટ ટ્રેસિંગ સરળ બની જતું હોય છે. જેને લઇને સ્વંયભૂપણે જાગૃત લોકોએ પોતપોતાની સોસાયટીમાં આવનજાવન કરનાર લોકોનું રજિસ્ટર રાખવાનું શરુ કરેલું જ છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમા મૂવમેન્ટ રજિસ્ટર નિભાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અંકલેશ્વરના તમામ 9 વોર્ડમાં હવે મુલાકાતીઓનું મૂવમેન્ટ રજિસ્ટર મેઇન્ટેન કરાશે
અંકલેશ્વરના તમામ 9 વોર્ડમાં હવે મુલાકાતીઓનું મૂવમેન્ટ રજિસ્ટર મેઇન્ટેન કરાશે

By

Published : Jul 29, 2020, 6:07 PM IST

અંકલેશ્વરઃ અંકલેશ્વરના તમામ 9 વોર્ડમાં હવેથી મુલાકાતીઓનું મૂવમેન્ટ રજિસ્ટર મેઇન્ટેન કરવામાં આવશે. કોરોનાનું સંક્રમણ અટકાવવા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેરમાં પણ કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ને રોજ નવા પોઝેટીવ કેસ બહાર આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા કમર કસવામાં આવી છે.

અંકલેશ્વરના તમામ 9 વોર્ડમાં હવે મુલાકાતીઓનું મૂવમેન્ટ રજિસ્ટર મેઇન્ટેન કરાશે

આજરોજ પ્રાંત અધિકારી રમેશ ભાગોરાની અધ્યક્ષતામાં નગરપાલિકા ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓની અગત્યની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો સાથે જ અંકલેશ્વર નગર સેવાસદનના તમામ 9 વોર્ડમાં મૂવમેન્ટ રજુસ્ટર મેઇન્ટેઇન કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. વોર્ડમાં બહારથી આવતાં લોકોના નામસરનામાં રજિસ્ટરમાં નોધવામાં આવશે. બાદમાં આરોગ્યકર્મીઓ આ અંગેની ચકાસણી કરી જરૂરી પગલાં ભરશે.

ABOUT THE AUTHOR

...view details