ભરૂચ: શહેર અને જિલ્લમાં કોરોના વાયરસનું સંક્રમણ યથાવત રહ્યું છે. ત્યારે 5 ઓગસ્ટના રોજ નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ભરૂચમાં 5 કેસ, અંકલેશ્વરમાં 9 કોરોના કેસનો સમાવેશ થાય છે. જિલ્લામાં આજે 31 દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં વધુ 14 કેસ કોરોના પોઝિટિવ, કુલ કેસની સંખ્યા 1,018 - Bharuch health department
રાજ્યભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લામાં પણ લોકડાઉન બાદ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. બુધવારના રોજ ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના 14 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના કેસની સંખ્યા 1,018 પર પહોંચી છે.
ભરૂચ જીલ્લામાં વધુ 14 કોરોના કેસ નોંધાતા, કુલ કેસની સંખ્યા 1,018 પર પહોંચી
ભરૂચ જિલ્લામાં નવા નોંધાયેલા કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,018 પર પહોંચી છે. તો અત્યાર સુધી 23 દર્દીના કોરોનાને કારણે મોત નીપજ્યા છે. આ તરફ 806 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. હવે જિલ્લામાં કોરોનાના 189 દર્દીઓ સારવાર હેઠળ છે.