ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ: કોરોનાના નવા 24 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 837 થયો - Number of covid-19 patient in Bharuch

ભરૂચ જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. આ સાથે જ જિલ્લામાં કોરોનાનો આંક 837 પર પહોંચ્યો છે.

ETV bharat
ભરૂચ: કોરોનાના નવા 24 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 837એ પહોંચ્યો

By

Published : Jul 27, 2020, 8:18 PM IST

ભરૂચ: જિલ્લામાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યા છે. જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ 24 કેસ નોંધાયા હતા. જેમાં અંકલેશ્વર હવે કોરોના હોટ સ્પોટ તરફ આગળ વધી રહ્યું છે. સોમવારે નોંધાયેલા 24 કેસમાં સૌથી વધારે 10 કેસ અંકલેશ્વરમાં નોંધાયા છે. અન્ય કેસમાં ભરૂચમાં 8, આમોદ તથા જંબુસરમાં 2-2 કેસ ઉપરાંત વાલિયા તથા ઝગડિયામાં 1–1 કેસ નોંધાયો છે.

સોમવારે નોંધાયેલા કેસો સાથે જિલ્લામાં કુલ કોરોનાને આંક 837 પર પહોચ્યો છે. સોમવારે 49 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કારણે 16 લોકોના મોત થયા છે. તેમજ જિલ્લામાં 237 એક્ટીવ કેસ છે.

ABOUT THE AUTHOR

...view details