ભરૂચઃ કોરોના વાયરસ સામે જંગ લડવા તંત્ર સજ્જ બની ગયું છે. ત્યારે આજ રોજ સિવિલ હોસ્પિટલ ખાતે કલેકટર ડો.એમ.ડી.મોડીયાની અધ્યક્ષતામાં મોકડ્રીલ યોજાઈ હતી. સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે જાણે ઘુટણીએ પડી ગયું છે. ત્યારે તંત્ર આ રોગને ફેલાવતો અટકાવવા વિવિધ કામગીરી કરી રહ્યું છે.ભરૂચ વહીવટી તંત્ર દ્વારા આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વાયરસ અંગેની મોકડ્રીલ યોજાઈ હતી.
ભરૂચના કોરોના વાયરસ સામે જંગ લડવા તંત્ર સજ્જ - સિવિલ હોસ્પિટલ
ભરૂચના કોરોના વાયરસ સામે જંગ લડવા તંત્ર સજ્જ છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કલેકટર ડો. એમ.ડી. મોડીયાની અધ્યક્ષતામાં મોક ડ્રીલ યોજાઈ છે. કોરોના વાયરસનો પોઝેટીવ કેસ આવે તો કરવામાં આવતી કામગીરીનું રિહર્સલ કરાયું હતું.
etv bharat
કલેકટર ડો.એમ.ડી.મોડીયાની અધ્યક્ષતામાં યોજાયેલ મોકડ્રીલમાં કોરોના વાયરસનો પોઝેટીવ કેસ આવે તો કરવામાં આવનાર કામગીરીની રીહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીને એમ્બ્યુલન્સમાં આવે ત્યાંથી લઇને તેને અઈશોલેશન વોર્ડમાં ખસેડી આપવામાં આવતી સારવાર અંગેનું રીહર્સલ કરાયું હતું, અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Last Updated : Mar 17, 2020, 5:14 PM IST