રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિ દ્વારા દલિતો, આદિવાસીઓ, ઓ.બી.સી, તથા ધાર્મિક અલ્પસંખ્યક સમાજનું સંવિધાન બચાવો ચિંતન સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં વડનગરના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં સંવિધાનમાં ફેરફાર કરી કેટલાક સમાજને નુકસાન પહોચાડવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો સંમેલનમાં કરવામાં આવ્યા હતાં.
ભરૂચમાં યોજાયેલ સંવિધાન બચાવો ચિંતન સંમેલનમાં જીગ્નેશ મેવાણી રહ્યા ઉપસ્થિત
ભરૂચ: શહેરમાં સંવિધાન બચાવો ચિંતન સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉપસ્થિત રહ્યા હતાં. કેન્દ્ર સરકાર દ્રારા કરવામાં આવતા બંધારણીય સુધારાને મેવાણીએ કેટલાક સમાજને નુકસાનકારક જણાવી ખતરાની ઘંટી સમાન ગણાવ્યાં તો સાથે જ મેવાણીએ નવા ટ્રાફિક નિયમોને ઉઘાડી લૂંટ ગણાવી હતી.
Bharuch
આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત વડનગરના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, જે પ્રકારે બંધારણ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે તે આગામી સમયમાં ખતરાની ઘંટી રૂપ છે. તો તેઓએ આર.ટી.ઓ.ના નવા નિયમો અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને ટ્રાફિકના નવા નિયમોને ઉઘાડી લૂંટ ગણાવ્યા હતાં.