ગુજરાત

gujarat

ETV Bharat / state

વાગરાના ધારાસભ્યએ ટેકાના ભાવથી તુવેરની ખરીદી શરૂ કરવા મુખ્યપ્રધાનને લખ્યો પત્ર - તુવેરની ખરીદી શરૂ કરવા મુખ્યપ્રધાનને પત્ર

વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ ટેકાના ભાવથી તુવેરની ખરીદી શરૂ કરવા મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે.

વાગરાના ધારાસભ્યએ ટેકાના ભાવથી તુવેરની ખરીદી શરૂ કરવા મુખ્યપ્રધાનને લખ્યો પત્ર
વાગરાના ધારાસભ્યએ ટેકાના ભાવથી તુવેરની ખરીદી શરૂ કરવા મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

By

Published : May 18, 2020, 5:27 PM IST

ભરૂચ: વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ ટેકાના ભાવથી તુવેરની ખરીદી શરૂ કરવા મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. તેમણે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કૃષિપ્રધાન આર.સી. ફળદુ તથા જયેશ રાદડીયાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે તુવેરની ખરીદી માટે જાહેરાત કરી હતી ત્યારે ભરૂચ જિલ્લામાં હજી તુવેરનો પાક તૈયાર થયો ન હતો. ચોમાસુ લંબાતા વાવેતર મોડું થતા આ સ્થિતિ ઉભી થઇ હતી.

વાગરાના ધારાસભ્યએ ટેકાના ભાવથી તુવેરની ખરીદી શરૂ કરવા મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

બીજી બાજુ તુવેરની ખરીદી માટે રજિસ્ટ્રેશન કરવાની જાહેરાત બાદ કોરોના મહામારીના પગલે લોકડાઉન થતા જિલ્લાના મોટાભાગના ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શક્યા નથી. હાલ તુવેરનો પાક તૈયાર થઈને ખેડૂતોના ઘરમાં પડ્યો છે. એક તરફ ચોમાસાના પગલે બેહાલી બાદ લોકડાઉનના કારણે હાલ ખેડૂતોની હાલત કફોડી બની છે. તેવા સંજોગોમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવા સરકાર ફરી રજિસ્ટ્રેશન શરૂ કરાવે તેવી માંગ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં કુલ 68417 હેકટર જમીનમાં તુવેરનું વાવેતર થયું હતું. તેમાં પણ સૌથી વધુ વાવેતર ભરૂચ તાલુકામાં 14076 અને વાગરા તાલુકામાં 15350 હેકટરમાં તુવેરનું વાવેતર થયું હતું. બે મહિના પહેલા સરકારે તુવેરના કવીંટલના રૂપિયા 5800નો ટેકનો ભાવ નક્કી કરી ખેડૂતોને રજિસ્ટ્રેશન કરવા જાહેર કર્યું હતું,પરંતુ પાક તૈયાર ન હોઈ અને લોકડાઉન થતા જિલ્લાના મોટાભાગના ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શક્યા ન હતા.

ABOUT THE AUTHOR

...view details