ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચના અંકલેશ્વરમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ - કોંગ્રેસ

ખેડૂતો દ્વારા આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જોકે ભરૂચના અંકલેશ્વરમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અંકલેશ્વર એપીએમસી બંધ રહી હતી. જ્યારે જીઆઈડીસી વિસ્તારમાં કોઈ અસર જોવા મળી ન હતી.

ભરૂચના અંકલેશ્વરમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ
ભરૂચના અંકલેશ્વરમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ

By

Published : Dec 8, 2020, 1:46 PM IST

  • અંકલેશ્વર ખાતે ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ
  • APMC માર્કેટ બંધ તો શહેર તેમ જ GIDC વિસ્તારના બજારો ખૂલ્લા
  • કોંગ્રેસના 10 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી

ભરૂચઃ ભારત બંધના એલાનની અંકલેશ્વર ખાતે મિશ્ર અસર જોવા મળી હતી. અંકલેશ્વર એપીએમસી બંધ રહી હતી તો જીઆઈડીસી વિસ્તારમાં કોઈ અસર જોવા મળી ન હતી. ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકારના બિલના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આંદોલનના 13મા દિવસે આ બંધનું એલાન આપવામાં આવ્યું હતું,

ભરૂચના અંકલેશ્વરમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ

જેને વિરોધ પક્ષ કોંગ્રેસે ટેકો આપ્યો હતો. ભારત બંધના એલાનને અંકલેશ્વરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. અંકલેશ્વર શહેરમાં આવેલી એપીએમસી સજ્જડ બંધ હતી. જ્યારે શહેરના બજારો આંશિક બંધ હતા. અંક્લેશ્વર જીઆઈડીસી. વિસ્તારમાં બંધની કોઈ અસર જોવા મળી ન હતી. જીઆઈડીસીના તમામ બજારો ખૂલ્લા હતા. બંધના કારણે અંકલેશ્વર શહેર પોલીસે સવારથી જ કોંગ્રેસના અગ્રીમ હરોળના નેતાઓને નજરકેદ કર્યા હતા અને 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details