ગુજરાત

gujarat

ETV Bharat / state

CAA વિરોધઃ ભરૂચમાં મહિલાઓનું વિશાળ સંમેલન - નાગરિકતા સંસોધન કાયદા

ભરૂચ: નાગરિકતા સંસોધન કાયદાના વિરોધમાં ભરૂચમાં મુસ્લિમ મહિલાઓનું વિશાળ સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓએ જોડાઈ હતી.

ભરૂચમાં CAAના વિરોધમાં મુસ્લિમ મહિલાઓનું વિશાળ સંમેલન યોજાયું
ભરૂચમાં CAAના વિરોધમાં મુસ્લિમ મહિલાઓનું વિશાળ સંમેલન યોજાયું

By

Published : Jan 17, 2020, 9:42 PM IST

કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદો અમલમાં મુકાયો છે, ત્યારબાદ હવે NRC અને NPR લાવવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેની સામે દેશના વિવિધ સંગઠનો વિરોધ નોંધાવી રહ્યા છે.

ભરૂચમાં CAAના વિરોધમાં મુસ્લિમ મહિલાઓનું વિશાળ સંમેલન યોજાયું

ગુજરાતમાં પણ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, ત્યારે શુક્રવારે ભરૂચના પશ્વિમ વિસ્તારમાં આવેલા મદીના હોટલ નજીક મુસ્લિમ મહિલાઓનું વિશાળ સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ જોડાઈ હતી. આગેવાનો દ્વારા આ પ્રસંગે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું અને મોલાના દ્વારા દુઆ ગુજારવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંસોધન કાયદો રદ્દ કરાય તેવી માગ કરાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details