ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચના જાણીતા તબીબ મયંક પીત્તડીયાનું જન્મ દિનના દિવસે નિધન થયું

ભરૂચના જાણીતા ડૉ. ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટ તરીકે અમુલ્ય તબીબી સેવા આપનારા તબીબનું બુધવારના રોજ તેના જન્મના જ દિવસે તેમનુ મૃત્યું થયુ છે.

ભરૂચના જાણીતા તબીબ મયંક પીત્તડીયાનું  જન્મના દિવસે જ કોરોનાના કારણે થયું નિધન
ભરૂચના જાણીતા તબીબ મયંક પીત્તડીયાનું જન્મના દિવસે જ કોરોનાના કારણે થયું નિધન

By

Published : Jul 1, 2020, 6:35 PM IST

ભરૂચઃ જિલ્લાના જાણીતા તબીબ ડૉ.મયંક પીત્તડીયાનું તેમના જ જન્મ દિવસે કોરોનાના કારણે નિધન થયું છે. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.


વર્ષો સુધી ભરૂચમાં ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટ તરીકે અમુલ્ય તબીબી સેવા આપનારા ભરૂચના જાણીતા તબીબ ડૉ.મયંક પીત્તડીયાનું જન્મ દિનના દિવસે જ કોરોનાના કારણે નિધન થયું છે. તેમના નિધનથી આરોગ્ય ક્ષેત્રને પૂરી ન શકાય એવી ખોટ પડી છે.

ભરૂચમાં કોરોનાનું કાળચક્ર જાણે ફરી રહ્યું છે. જેમાં કોરોના વોરિયર્સ પણ જાણે હોમાઈ રહ્યા છે. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા અંકુર હોસ્પિટલનાં જાણીતા ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટ ડૉ.મયંક પીત્તડીયાને કોરોના પોઝિટિવ આવતા તેમને પ્રથમ અંકલેશ્વરની સ્પેશિલ કોવીડ જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તેને વધુ સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ સાથે જ તેમના પત્નીને પણ કોરોના પોઝિટિવ આવતા પતિ પત્ની બન્ને વડોદરાની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. જો કે વિધિની વક્રતા કહો કે અન્ય કાઈ પણ બુધવારના રોજ ડૉ.મયંક પીત્તડીયાનો જન્મ દિવસ હતો અને તે જ દિવસે બપોરે 12.30 વાગ્યાની આસપાસ તેઓનું નિધન થયું હતું. તેમના પત્ની હાલ કોરોનાની સારવાર હેઠળ છે.

ડૉ. મયંક પીત્તડીયાએ ભરૂચમાં વર્ષો સુધી ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટ તરીકે અમુલ્ય સેવા આપી હતી. જો કે વર્ષો સુધી અમુલ્ય તબીબી સેવા આપનારા તબીબે વિશ્વ તબીબ દિવસે જ ફાની દુનિયાને અલવિદા કહી છે.

ABOUT THE AUTHOR

...view details