ગુજરાત

gujarat

ETV Bharat / state

આમોદમાં 68 વર્ષના મૌલવીએ 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું - મૌલવીએ કર્યો દુષ્કર્મ

આમોદ ખાતે આવેલા મદરેસાના 68 વર્ષીય મૌલવી અબ્દુલ્લા બોરા દ્વારા મદરેસામાં અભ્યાસ કરતી 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આમ, ધર્મના નામે બાળકીનું શોષણ કરનાર આ મૌલવી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી મૌલવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

amod
amod

By

Published : Mar 12, 2020, 6:41 PM IST

ભરૂચ: આમોદ ખાતે આવેલા મદરેસાના 68 વર્ષીય મૌલવી અબ્દુલ્લા બોરા દ્વારા મદરેસામાં અભ્યાસ કરતી 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આમ, ધર્મના નામે બાળકીનું શોષણ કરનાર આ મૌલવી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી મૌલવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આમોદમાં 68 વર્ષીય મૌલવીએ 13વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર

આમોદ ખાતે મદરેસાના મોલવીની કાળી કરતુત બહાર આવી છે. આમોદ ચાર રસ્તા નજીક આવેલ બચ્ચો-કા-ઘર નામની મદરેસામાં બાળકોને અભ્યાસ કરાવતા 68 વર્ષીય મૌલવી અબ્દુલ્લા બોરા દ્વારા મદરેસામાં અભ્યાસ કરતી 13 વર્ષીય સગીરાને હવસનો શિકાર બનાવી હતી.

સગીરાને તેની માતાનો ફોન આવ્યો હોવાના બહાને દુકાનમાં બોલાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. ડરી ગયેલી સગીરાએ તેના માતા પિતાને આ વાત ચિઠ્ઠી લખી જણાવતા તેઓ ચોકી ઉઠ્યા હતા અને મૌલવી વિરુદ્ધ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. આમોદ પોલીસે નરાધમ મૌલવીની દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details