ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ઝઘડિયાની આર.પી.એલ.કંપનીમાં કામદારોનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરને પત્ર લખી રજૂઆત કરી હતી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરને પત્ર લખ્યો છે અને ઝઘડિયાના ઉમલ્લા ખાતે આવેલ આર.પી.એલ.રાજેશ્રી કંપનીમાં કામદારોનું શોષણ થતું હોવાના આક્ષેપ કર્યા છે.
કામદારોનું શોષણ થતું હોવાના કારણે ભરૂચના સાંસદે સરકારને પત્ર લખી ધ્યાન દોર્યું
ભરૂચ: ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાનને પત્ર લખ્યો છે, જેમાં તેમણે ઝઘડીયાની કંપનીમાં કામદારોનું શોષણ થતું હોવાના આરોપ લગાવ્યા છે.
ફાઇલ ફોટો
સાંસદે લખેલા પત્ર અનુસાર કામદારો ઈમાનદારીથી કામ કરતા હોવા છતાં તેમનું શોષણ કરવામાં આવે છે.કામદારોને ઓછો પગાર આપવામાં આવે છે અને વિવિધ મળવા પાત્ર લાભ પાણ આપવામાં આવતા નથી. આ બાબતે સાંસદ દ્વારા વારંવાર લેબર ખાતામાં રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલા ન ભરાતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે, કામદારોના ન્યાયમાં પગલા લેવા રજૂઆત કરવામાં આવે.