ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ સાંસદે ફેસબુક પોસ્ટથી પોલીસ સામે આંદોલનની ચિમકી ઉચ્ચારી - mansukh vasava post

ભરૂચઃ સાંસદ મનસુખ વસાવાએ પોતાના જ મતક્ષેત્રની પોલીસ વિરૂદ્ઘ આંદોલનનું રણશીંગૂ ફૂંકવાની તૈયારી કરી છે. એસ.પી. કચેરીની સામે આદિવાસીઓની રેકડી પોલીસે હટાવતા મનસુખ વસાવા નારાજ થયા છે.

mansukh vasava post for tribal against bharuch police
mansukh vasava post for tribal against bharuch police

By

Published : Jan 1, 2020, 3:16 PM IST

આદિવાસીઓની આ લડતમાં જોડાવા સાંસદે ફેસબુક પોસ્ટથી જાણ કરી છે. સાંસદ મનસુખ વસાવા હંમેશા તેમના નિવેદનોનાં કારણે વિવાદમાં રહે છે, ત્યારે હવે મનસુખ વસાવાએ ભરૂચ પોલીસ સામે બાંયો ચઢાવી છે.

સાંસદ મનસુખ વસાવાની પોસ્ટ

ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી નજીક 7 જેટલા આદિવાસી પરિવારો વર્ષોથી ઝૂંપડામાં રહે છે. જેઓને પોલીસ દ્વારા હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવા દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, પોલીસ દ્વારા આદિવાસી પરિવારોને ખોટી રીતે ધાક ધમકી આપી હેરાન કરવામાં આવે છે. જેનાથી આદિવાસી પરિવારોમાં નારાજગી છે, ત્યારે તેઓ આદિવાસીઓની સાથે છે અને આદિવાસીઓ કલેક્ટરને આવેદનપત્ર આપવા જવાના છે એ કાર્યક્રમમાં સાંસદ પણ જોડાશે.

ABOUT THE AUTHOR

...view details