ગુજરાત

gujarat

ETV Bharat / state

લૉકડાઉનઃ કેન્દ્ર સરકારના ગૃહવિભાગના બોગસ પાસ સાથે ફરતા એક ઇસમની ધરપકડ

કોરોના વાઇરસની મહામારી સામે લડવા માટે સમગ્ર દેશ સહિત રાજ્યમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે કોઇ પણ વ્યક્તિને ઘરમાંથી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. એવામાં અંકલેશ્વર નજીક હાઈવે પર લૉક ડાઉનના સમયમાં કેન્દ્ર સરકારના ગૃહવિભાગના બોગસ પાસ સાથે ફરતા એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે.

Etv BHarat, Gujarati News, Ankleshwar News
Ankleshwar News

By

Published : Apr 14, 2020, 1:44 PM IST

અંકલેશ્વરઃ શહેર નજીક હાઈવે પરથી પોલીસે લૉકડાઉનના સમયમાં બહાર નીકળવા કેન્દ્ર સરકારના ગૃહ વિભાગનાં બોગસ આઈ.ડી.કાર્ડ બનાવી ફરતા એક ઇસમની પોલીસે અટકાયત કરી છે.

લૉકડાઉનનો કડક અમલ કરાવવા અંકલેશ્વર નજીક હાઈવે પર આવેલા ખરોડ ગામ પાસે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોનું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન સુરત તરફથી આવતી મર્સિડીઝ કારને અટકાવી કાર ચાલકની પુછતાછ કરતા તેણે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગનાં મેડીસીનની હેરાફેરી કરવા માટે અપાયેલા પાસ પોલીસને દર્શાવ્યો હતો.

જો કે પોલીસે આ પાસની ખરાઈ કરતા તે બોગસ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કાર ચાલક અને વડોદરાના રહેવાસી ચંદુ કટારીયાની અટકાયત કરી હતી. આ ઉપરાંત પોલીસે આરોપીના શેઠ અને આ પાસ બનાવનારા હસ્તીસિંગ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details