ભરૂચ: કોરોનાના સંક્રમણ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અમલ ન થતા મહમદપુરા APMC બંધ રાખવાનું જાહેરનામું પૂર્ણ થતા વેપારીઓ ગેટ પર પહોચ્યા હતા અને APMCનું તાળું તોડી અંદર પ્રવેશ મેળવ્યો હતો.
મહમદપુરામાં 84 દિવસ બાદ APMC માર્કેટ ખુલ્યું
કોરોનાના સંક્રમણ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અમલ ન થતા મહમદપુરા APMC બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, ત્યારે આજે જાહેરનામું પૂર્ણ થતા APMCના કર્મચારીએ તાળું તોડતા વેપારીઓ APMC અંદર પ્રવેશ કર્યો હતો.
કોરોનાના સંક્રમણ વચ્ચે ભરૂચના મહમદપુરા વિસ્તારમાં આવેલ APMCમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થયું નહોતુ. જેથી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી APMC બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. APMC વડદલા ગામ ખાતે ખસેડવામાં આવી હતી. જો કે, વડદલા ખાતે APMC ગેરકાયદેસર હોવાના આક્ષેપ સાથે કિસાન સંગઠનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
મહમદપુરા APMC બંધ રાખવાનું જાહેરનામું ગતરોજ પૂર્ણ થયુ હતું. આજે સવારે વેપારીઓ ખેડૂત સંગઠનના આગેવાનો સાથે ગેટ પર પહોંચ્યા હતાં. APMCપર તાળું હતું. જેને લઈ વિવાદ સર્જાયો હતો. અંતે APMCના કર્મચારીએ તાળું તોડતા વેપારીઓએ અંદર પ્રવેશ કર્યો હતો. 84 દિવસ બાદ માર્કેટ ખુલ્લું થતા વેપારીઓએ પોતાની દુકાન ખોલી હતી.