- અંકલેશ્વરમાં પ્રદૂષણ બન્યું બેકાબૂ
- નિરાંતનગરની ગટરમાં લીલા રંગનું પ્રદૂષિત પાણી વહ્યું
- જીઆઈડીસી બાદ શહેરી વિસ્તારમાં પ્રદૂષણ વધ્યું
- સ્થાનિકો આવ્યા જીપીસીબીના શરણે
અંકલેશ્વરની ગટરોમાંથી પ્રદૂષિત પાણી આવતા સ્થાનિકો GPCBના શરણે - ગટર
મોટી મોટી ફેક્ટરીઓ દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણના કારણે નદીઓનું પાણી પ્રદૂષિત થાય છે. ભરૂચના અંકલેશ્વરમાં પણ હવે આ પ્રદૂષણ બેકાબૂ બની ગયું છે. જીઆઈડીસી બાદ શહેરી વિસ્તારમાં આવેલા નિરાંત નગરની ગટરમાં લીલા રંગનું પ્રદૂષિત પાણી વહેતા સ્થાનિકોએ જીપીસીબીને જાણ કરી હતી.
![અંકલેશ્વરની ગટરોમાંથી પ્રદૂષિત પાણી આવતા સ્થાનિકો GPCBના શરણે અંકલેશ્વરની ગટરોમાંથી પ્રદૂષિત પાણી આવતા સ્થાનિકો GPCBના શરણે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9489935-thumbnail-3x2-polution-gjc1010.jpg)
અંકલેશ્વરઃ ઘાતક પર્યાવરણીય પ્રદૂષણનો સામનો કરી રહેલા અંકલેશ્વરમાં પ્રદૂષણ જાણે બેકાબૂ બની રહ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં પ્રદૂષિત પાણી નીકળવાના અનેક બનાવો બને છે, પરંતુ શહેરી વિસ્તારમાં પણ પ્રદૂષિત પાણીની પારાયણ જોવા મળી હતી. સુરવાડી ફાટક નજીક આવેલા નિરાંત નગરની ગટરમાં લીલા રંગનું રસાયણયુક્ત પાણી જોવા મળ્યું હતું. આ અંગે સ્થાનિકો દ્વારા જીપીસીબી (ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ)ને જાણ કરવામાં આવી છે. જીપીસીબીએ તપાસ શરુ કરી છે. કોઈ બેજવાબદાર ઉદ્યોગ દ્વારા પાણીનો જાહેરમાં નિકાલ કરાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.