ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ભરૂચ અને અંકલેશ્વરમાં બીજા દિવસે એક પણ ફોર્મ ન ભરાયું - ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણી

મહાનગરપાલિકાની ચૂંટણીની ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સોમવારથી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું ફોર્મ ભરાવું શરૂ થયું છે. 2 દિવસથી ફોર્મ ભરાવું શરૂ થયું હોવા છતાં ભરૂચ અને અંકલેશ્વરમાં એક પણ ફોર્મ ભરાયું નથી.

ETV BHARAT
ભરૂચ અને અંકલેશ્વરમાં બીજા દિવસે એક પણ ફોર્મ ન ભરાયું

By

Published : Feb 9, 2021, 4:15 PM IST

  • સ્થાનિક સ્વરાજનું બ્યૂગલ ફૂંકાયું
  • 2 દિવસમાં ભરૂચ ખેતાથી 183 ફોર્મ ઉપડ્યાં
  • અંકલેશ્વર ખાતેથી 71 ફોર્મ ઉપડ્યાં

ભરૂચઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડી ગયું છે, ત્યારે આજે મંગળવારે બીજા દિવસે પણ ભરૂચ અને અંકલેશ્વરમાં એક પણ ફોર્મ ભરાયું નથી.

બે દિવસમાં એક પણ ફોર્મ ન ભરાયું

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 28 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. તો ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ 13 ફેબ્રુઆરી છે. ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જાહેરનામું 8 ફેબ્રુઆરીના રોજ બહાર પડ્યું હતું. જેમાં પ્રથમ દિવસે ભરૂચ અને અંકલેશ્વરમાં એક પણ ફોર્મ ભરાયું નહોતું. તો આજે મંગળવારે બીજા દિવસે પણ એક પણ ફોર્મ ભરાયું નથી. ઉલ્લેખનીય છે કે, ભરૂચ ખાતેથી 2 દિવસમાં 183 ફોર્મનો ઉપાડ થયો છે અને અંકલેશ્વર ખાતેથી 71 ફોર્મનો ઉપાડ થયો છે. હાલ સુધીમાં બન્ને મુખ્ય પક્ષો ભાજપ કે કોંગ્રેસે સત્તાવાર નામોની યાદી પણ જાહેર કરી નથી.

ABOUT THE AUTHOR

...view details