ગ્રાહક પ્રીમીયમ ભરવાનું ભૂલી ગયા બાદ પોલીસી ચાલુ રાખવાના બહાને અલગ અલગ નવ વ્યક્તિના ખાતામાં રૂપિયા જમા કરાવી છેતરપીંડી આચરવામાં આવી હતી. ભરૂચની કલેકટર કચેરી સામે રહેતા અને નિવૃત્તિનું જીવન ગુજરાતા 65 વર્ષીય નટવરલાલ વર્ષ 2012માં રિલાયન્સની લાઈફ ઇન્શ્યોરન્સ પોલીસી લીધી હતી.
લાઈફ ઇન્શ્યોરન્સ પોલીસીના નામે રૂપિયા 13.54 લાખની છેતરપીંડી
ભરૂચઃ એક વ્યક્તિ સાથે લાઈફ ઇન્શ્યોરન્સ પોલીસીના નામે રૂપિયા 13.54 લાખની છેતરપીંડી થઈ હોવાનો ચોક્વાનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
ભરૂચમાં એક વ્યક્તિ સાથે લાઈફ ઇન્શ્યોરન્સ પોલીસીનાં નામે રૂપિયા 13.54 લાખની છેતરપીંડી
પ્રીમીયમનાં કેટલાક હપ્તા ભર્યા બાદ એક હપ્તો તેઓ શરત ચૂકથી ભરવાનું ભૂલી ગયા હતા, ત્યારે તેઓના મોબાઈલ પર મોહિત અગ્રવાલ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને હપ્તો ભરવાનું ભૂલી ગયા બાદ પણ પોલીસી ચાલુ રાખવાના બહાને પ્રથમ 16,200 રૂપિયા જમા કરાવ્યા હતા.