ભરૂચઃ વર્ષ 2015માં ભરૂચના કવિઠા ગામમાં પિતાએ જ તેના 2 બાળકોને કૂવામાં ફેંકી તેમની હત્યા કરી નાખી હતી. આરોપીએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી બંને બાળકોની હત્યા કરી હતી. ભરૂચ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
ભરૂચમાં પોતાના જ 2 બાળકોની હત્યા કરનારા પિતાને આજીવન કેદ - પિતાને આજીવન કેદ
વર્ષ 2015માં ભરૂચના કવિઠા ગામમાં પિતાએ જ તેના 2 બાળકોને કૂવામાં ફેંકી તેમની હત્યા કરી નાખી હતી. આરોપીએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી બંને બાળકોની હત્યા કરી હતી. ભરૂચ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
ભરૂચ તાલુકાના કાવિઠા ગામમાં રહેતા નરેશ વસાવાએ પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પોતાના 3 બાળકોને મગર જોવાના બહાને ગામની કેનાલ પાસે લઈ ગયો હતો. અહીં અવાવરૂ જગ્યા પર આવેલા એક કૂવામાં આરોપીએ ત્રણેય બાળકોને કૂવામાં ધક્કો મારી હત્યા કરી હતી. કૂવામાં પડતા બાળકી હેમાક્ષી (ઉ.વ. 7) અને અખિલ (ઉ.વ. 5)નું ડૂબી જવાથી મોત થયું હતું જ્યારે રાહુલ (ઉ.વ. 11) લાકડા પર લટકી જતા બચી ગયો હતો. ત્યારબાદ મગર જોતી વખતે 2 બાળકો કૂવામાં પડ્યા હોવાની વાર્તા આરોપીએ બનાવી હતી. જોકે બાળકોના નાના રણજિતભાઈએ નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસમાં સમગ્ર બાબતનો ખુલાસો થયો હતો. આ અંગેનો કેસ ભરૂચના એડિશનલ સેશન્સ જજ એન. એસ. સિદ્દીકીની કોર્ટમાં ચાલતો હતો. ન્યાયાધીશે સરકારી વકીલ આર. જે. દેસાઈની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી નરેશ વસાવાને આજીવન કેદની સજા ફટકારી છે.