ભરૂચ: તાનાજી ફિલ્મમાં વાળંદ-ઋષિવંશી સમાજ અંગે અભદ્ર ટીપ્પણી મામલે વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે જંબુસરમાં સમાજનાં આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી ફિલ્મનું પ્રસારણ રોકવા માંગ કરી હતી.
તાનાજી ફિલ્મનું પ્રસારણ રોકવા જંબુસરમાં મામલતદારને આવેદન - bharuch latest news
તાનાજી ફિલ્મમાં વાળંદ-ઋષિવંશી સમાજ અંગે અભદ્ર ટીપ્પણી મામલે જંબુસરમાં સમાજનાં આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી ફિલ્મનું પ્રસારણ રોકવાની માગ કરી હતી.
ભરૂચ:
તાજેતરમાં જ અભિનેતા અજય દેવગણ, સૈફઅલી ખાન અને કાજોલ અભિનીત ફિલ્મ તાનાજી રીલીઝ થઇ છે, ત્યારે ફિલ્મને લઇ વિવાદ જોવા મળી રહ્યો છે. તાનાજી ફિલ્મમાં વાળંદ-ઋષિવંશી સમાજ અંગે અભદ્ર ટીપ્પણી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે જંબુસર વાળંદ-ઋષિવંશી સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું અને ફિલ્મનું પ્રસારણ અટકાવવાની માગ કરી હતી અને જો માંગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.