કોરોના સામેની લડાઈમાં લેંક્સેસ કંપનીનું યોગદાન, પીએમ કેર્સમાં જમા કરાવ્યા 2 કરોડ - કોરોના સામે જંગ
કોરોના વાઇરસ સામેની લડતને મજબૂતી મળે તે માટે ઝઘડિયા સ્થિત લેંક્સેસ કંપનીએ કોમર્શિયલ સોશિયલ રિસ્પોન્સીબિલિટી અંતર્ગત પીએમ કેયર્સમાં 2 કરોડનું દાન કર્યું છે.

ભરૂચ: લેંક્સેસ દ્વારા માત્ર નાણાકીય યોગદાન જ નહીં પરંતુ અન્ય ચીજવસ્તુઓની મદદ પણ કરાઈ છે. લેંક્સેસ દ્વારા તેના ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આવેલા પ્લાન્ટની આસપાસના વિસ્તારોમાં માસ્ક, સેનેટાઈઝર, લિક્વીડ શોપ, અનાજની કીટ વગેરે સામગ્રીનું પણ વિતરણ માટે વધારાના 30 લાખનું દાન આપવાનું પણ વચન અપાયું છે. જરૂરિયાત મુજબ ઉપરોક્ત સામગ્રીની ખરીદી કરાશે. એની જવાબદારી નગરપાલિકા અથવા સરકારી એજન્સીઓને અપાશે.
આ યોગદાન અંગે લેંક્સેસ ઇન્ડિયાના વાઇસ ચેરમેન નિલાંજન બેનર્જીએ કહ્યું હતું કે, 'કોરોના વાઇરસનો ફેલાવો વધી રહ્યો છે. અમને આશા છે કે અમારૂં યોગદાન આ મહામારી સામેની લડતને મજબૂતી આપશે. આ લડાઈમાં સતત સહકાર આપવો જરૂરી છે. અમે અમારું યોગદાન આપતા રહીશું.'