ગુજરાત

gujarat

કામરેજ ટોલ બુથ પરથી પસાર થતાં સ્થાનિકોને હાશકારો, ટોલટેક્સમાંથી મુક્તિ

By

Published : Dec 22, 2022, 8:23 PM IST

સુરત જિલ્લાના લોકલ વાહન ચાલકો પાસે ટેક્સ (No Tax with local vehicle )નહીં લેવાય. કામરેજ ટોલ બુથ (Kamrej Toll Booth) પર લોકલ વાહન ચાલકો પાસે ટેક્સ ઉઘરાવતા સ્થાનિક લોકોએ ટોલ પ્લાઝા પર ચક્કાજામની ચીમકી (Protest for Toll From Local Vehicles ) આપી હતી. આગેવાનો અને ટોલબુથના અધિકારીઓની બેઠકમાં સુખદ અંત આવતા આંદોલન મોકૂફ રખાયું હતું.

કામરેજ ટોલ બુથ પરથી પસાર થતાં સ્થાનિકોને થઇ ગઇ હાશ
કામરેજ ટોલ બુથ પરથી પસાર થતાં સ્થાનિકોને થઇ ગઇ હાશ

આગેવાનો અને ટોલબુથના અધિકારીઓની બેઠકમાં સુખદ અંત

સુરત કામરેજ ટોલ બુથ (Kamrej Toll Booth ) ઉપર ફરીથી લોકલ વાહન ચાલકો પાસે ટેક્સ ઉઘરાવતા સ્થાનિક લોકોએ એકત્ર થઈ ટોલ ઓફિસે હોબાળો(Protest for Toll From Local Vehicles ) મચાવ્યો હતો. લોકલ વાહનોને બુથ પર કરમુક્તિ મળે તે માટે રજૂઆત કરી તાળાંબંધી (NHAI office locked by Locals ) કરી 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જો લોકલ વાહન ચાલકો પાસે ટેક્સ ઉઘરાવાનું ચાલુ રહે તો હજારો લોકોને એકઠાં કરી જલદ આંદોલન સાથે ટોલ બુથ પર ચક્કાજામની ચીમકી ઉચ્ચારી હતી. જોકે સ્થાનિકોના અલ્ટીમેટમ બાદ ટોલ બુથના અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા અને કામરેજ નાગરિક સમિતિ સહિત ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના આગેવાનો સાથે બેઠક કરી હતી. જેમાં નક્કી થયું કે લોકલ વાહન ચાલકો પાસે ટેક્સ (No Tax with local vehicle )નહીં લેવાય.

આ પણ વાંચો કામરેજ ટોલનાકા પર સ્થાનિકોનો વિરોધ, NHAI ઓફિસની તાળાબંધી કેમ કરી જૂઓ

ટોલના મુદ્દે સુખદ અંત આ સાથે કોમર્શિયલ વાહનનોને પણ રાહત (Tax relief for commercial vehicles )આપવામાં આવી છે. સ્થાનિકો પાસેથી ટોલ ઉઘરાવવાના મુદ્દે (Protest for Toll From Local Vehicles )વિરોધ દર્શાવીને NHAIની ઓફિસની તાળાબંધી (NHAI office locked by Locals )કરવામાં આવી હતી. ત્યારે હવે સ્થાનિક આગેવાનો અને અધિકારીઓનીમાં બેઠકમાં ટોલના મુદ્દે સુખદ અંત આવ્યો છે.

આ પણ વાંચો સુરતના કામરેજ ટોલ પ્લાઝા પર સ્થાનિકોને મુક્તિની જાહેરાત

આ છે શરતો આ સમાધાનમાંં કેટલીક શરતો કામરેજ ટોલ બુથ (Kamrej Toll Booth ) ટોલ બુથના જવાબદાર અધિકારીઓ તરફથી મુકવામાં આવી હતી. પ્રાઇવેટ વાહન ચાલકોને ટોલ બુથ પર નિઃશુક અવરજવર પર છૂટ (No Tax with local vehicle ) આપવામાં આવી. પરંતુ લોકલ વાહન ચાલકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન ટોલ બુથ પર કરાવવાનું રહેશે. કોમર્શિયલ વાહનોને ટેક્સમાં રાહત (Tax relief for commercial vehicles )આપવામાં આવી છે. જેમાં માસિક 3000 હજારના પાસના ચૂકવવાના રહેશે. માસિક પાસમાં એક કરતાં વધુ ફેરા મારી શકશે. જેમાં ઇન્ડસ્ટ્રીઝના લોકોએ સહમતિ દર્શાવી હતી.

ABOUT THE AUTHOR

...view details