ભાજપ દ્વારા હાલ સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરુપે ભરુચના કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે ભાજપની કાર્યાશાળા યોજાઈ હતી. જેમાં જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા. કાર્યકરો તેમજ આગેવાનોને સંગઠનલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.
અહેમદ પટેલના પુત્ર ફૈઝલને EDનું સમન્સ મળતા જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર કર્યા પ્રહારો - etv bharat news
ભરુચ: કોંગ્રેસ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને EDનું સમન્સ આપવામાં આવ્યું છે. જેને લઈને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભરુચના એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપતા જણાવ્યું હતું કે, દાળમાં કંઈક કાળુ જણાઈ રહ્યું છે. ત્યારે જ તેમના પુત્રને સમન્સ મળ્યું છે. ખોટું કર્યું હશે તો જેલમાં જવું પડશે.
અહેમદ પટેલના પુત્ર ફૈઝલને EDનું સમન્સ મળતા જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર કર્યા પ્રહારો
કાર્યક્રમ અંતર્ગત મીડિયા સાથેની વાતચીત દરમિયાન કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે, અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને સમન્સ પાઠવવામાં આવ્યું છે તો દાળમાં કંઈક કાળું તો હશે જ. ખોટું કર્યું હશે તો જેલમાં જવું જ પડશે. કોંગ્રેસે સત્તાનો ઉપયોગ સ્વાર્થ માટે જ કર્યો છે. આથી હવે કાયદો કાયદાનું કામ કરશે.