ભરૂચ: દહેજ મરીન પોલીસ મથક ખાતે કમાન્ડો તરીકે ફરજ બજાવતા SRP જવાનો ભાવનગર જિલ્લાના રહેવાસી પિયુષ જે. પંડયા તથા દિપાલસિંહ ગીરવરસિંહ ગોહિલ તેમનાં વતન જંબુરસ ગયા હતા.
જંબુસર માર્ગ અકસ્માત: SRP જવાનનું મોત, એક ઈજાગ્રસ્ત - દેવકુઈ ગામ
જંબુસરના દેવકુઈ ગામ નજીક માર્ગ અકસ્માતમાં SRP જવાનનું મોત થયું હતું જ્યારે એક જવાન ઘાયલ થયો હતો.
Jambusar road accident
જંબુરસથી દહેજ મરીન પોલીસ મથક ખાતે ફરજ પર પરત આવતા સમયે જંબુસરના દેવકુઈ ગામ નજીક એક ટ્રક ચાલકે તેમના બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતમાં પિયુષ પંડ્યા નામના SRP જવાનનું ગંભીર ઈજા પગલે ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે દિપાલસિંહ ગોહિલને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતા જંબુસર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસે ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.